GSTV
Gujarat Government Advertisement

સૌરાષ્ટ્રમાં રાજકોટ ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર : 11 જિલ્લામાં 24 કલાકમાં આવ્યા આટલા કેસ, વકરી રહ્યો છે ચેપ

Last Updated on March 20, 2021 by

સૌરાષ્ટ્રમાં રાજકોટ ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહયુ છે. સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં રર૮ નવા કેસ નોંધાયા તેમાં એકલા રાજકોટમાં જ પ૭ ટકા કેસ જોવા મળ્યા છે. રાજકોટ શહેરમાં ૧૧પ સહિત જિલ્લામાં ૧૩ર કેસ નોંધાયા છે. દરમિયાન જામનગરમાં આજે કોરોનાએ રાહત આપી છે  છેલ્લા ર૪ કલાકમાં કેસમાં પ૦ ટકા ઘટાડો થયો છે. જૂનાગઢ સિવાયનાં જિલ્લાઓમાં સિગલ ડિજીટમાં કેસ નોંધાયા છે જયારે રાજકોટ જિલ્લામાં બે  દર્દીઓનાં મોત નીપજયા છે.

રાજકોટ શહેરમાં ૩૭૦ કોરોનાનાં દર્દીઓની ચાલે છે સારવાર

રાજકોટ શહેરમાં ૩૭૦ કોરોનાનાં દર્દીઓ હાલ સારવાર લઈ રહયા છે. રાજકોટ ગ્રામ્યમાં  ૧૦૮૬ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી ૧૭  નાં પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતા. જિલ્લામાં હાલ ર૮ એકટીવ કેસ છે. પોઝીટીવીટી રેઈટ ૧.પ ટકા હાલ નોંધાયો છે. જામનગરમાં ગઈકાલે પ૮ કેસ નોંધાયા હતા તેની સામે આજે શહેરમાં ૧૮ અને ગ્રામ્યમાં ૧૦ મળી કુલ ર૮ કેસ નોંધાયા હતા જયારે ૩પ દર્દીઓને રજા આપવામાં આવી હતી. જો કે તંત્રમાં દોડધામ મચી છે ટેસ્ટીંગ વધારવામાં આવ્યુ છે. આજે  ૬પ૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આજે એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયુ નથી. જેતપુર શહેર વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ કિશોરભાઈ ભુવા કોરોના સંક્રમિત થતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડી ન હતી.

અમરેલી જિલ્લામાં કેસમાં સામાન્ય વધારો જોવા મળ્યો

જૂનાગઢ શહેરમાં ૧૧ અને માણાવદરમાં એક મળીને કુલ ૧ર કેસ નોંધાયા હતા જયારે નવ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં કેસમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. આજે ૯ કેસ નોંધાયા છે જયારે ૪ ને રજા આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં નવા પાંચ કેસ બહાર આવ્યા છે. વાંકાનેરમાં વધુ બે કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં ૩ , સુરેન્દ્રનગર ૪ અને ભાવનગરમાં ૩ર વધુ કેસ નોંધાયા હતા. પોરબંદરમાં ૩૧પ લોકોનાં ટેસ્ટ કરવામાં આવતા પર દિવસ બાદ એક જ કેસ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં એક દિવસમાં રર૮ કેસની સામે ૧૪૧ દર્દીઓને  હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33