Last Updated on April 1, 2021 by
સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે જાહેરાત કરી હતી. આ દરમ્યાન જાવડેકરને પૂછવામાં આવ્યો કે શું તામિલનાડુ ચૂંટણીને લઈને રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો છે? તો આ સવાલ પર કેન્દ્રીય મંત્રી અકળાઈ ગયા હતા અને યોગ્ય સવાલ પૂછવાનું રાખો તેવો કટાક્ષ કરવા લાગ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું કે આ સીને જગત સાથે જોડાયેલ એવોર્ડ છે. પાંચ લોકોની જ્યુરીએ સામુહિક રૂપે રજનીકાંતનું નામ પસંદ કર્યું છે. તેમાં રાજનીતિ ક્યાંથી આવી? સવાલ યોગ્ય પૂછવાનું રાખો. આ પહેલા જાવડેકરે રજનીકાંતના ફિલ્મ જગતમાં યોગદાનની ચર્ચા કરી હતી.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે રજનીકાંત છેલ્લા 5 દશકથી સિનેમાની દુનિયા પર રાજ કરી રહ્યા છે અને લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદાસાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. પાંચ લોકોની જ્યુરીએ એકમત થઈને આ નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં રજનીકાંત પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ભાજપ સાથે ગઠબંધન માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહીત ભાજપના ટોચના નેતાઓ સાથે વાત પણ કરી હતી. જોકે બાદમાં તેમણે ખરાબ સ્વાસ્થ્યનું કારણ રજુ કરીને પોતાના રાજકારણમાં આવવાની યોજના ટાળી દીધી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31