GSTV
Gujarat Government Advertisement

રામમંદિર : ભાજપે ભલે અભિયાન ચલાવ્યું પણ દેશમાં આ કોંગ્રેસ શાસિત રાજ્યે આપ્યું સૌથી વધુ દાન, બનશે ભવ્ય મંદિર

Last Updated on March 8, 2021 by

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી લોકોએ છુટ્ટા હાથે દાન આપ્યું છે, તેના માટે શરૂ કરાયેલું ઘરે-ઘરે ફાળો ઉઘરાવવાનું અભિયાન બંધ કરવામાં આવ્યું છે, હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસનાં મહામંત્રી અને વિહિપનાં કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયે કેટલું દાન એકઠું કરાયું તે અંગે માહિતી આપી છે.

રામ મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં 2500 કરોડ રૂપિયાનું દાન આવ્યું

અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં 2500 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. જો કે અંતિમ આંકડો આવવાનો બાકી છે. ચંપત રાયે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનનારા ભવ્ય મંદિર માટે દેશભરમાં સૌથી વધુ દાન રાજસ્થાન તરફથી મળ્યું છે.

Ram Mandir

રાજસ્થાનની જનતાએ મહત્તમ 515 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો

તેમણે કહ્યું કે રાજસ્થાનની જનતાએ મહત્તમ 515 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. મીડિયા સાથે વાત કરતા ચંપત રાયે જણાવ્યું હતું કે, રાજસ્થાનનાં 36 હજાર ગામડાઓ અને શહેરોમાંથી 515 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મંદિર માટે સમર્પિત કર્યા છે. તેમણે કહ્યું કે મકરસંક્રાંતિ (15 જાન્યુઆરી) થી દેશમાં માગ પૂર્ણિમા (27 ફેબ્રુઆરી) સુધીના 42 દિવસનાં અભિયાનમાં, એક લાખ 75 હજાર જૂથો દ્વારા લગભગ 9 લાખ ટોળીઓએ ઘરે ઘરે સંપર્ક કરાયો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30