Last Updated on March 23, 2021 by
દેશના કેટલાય ભાગોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં પણ કોરોનાના કેસો વધવાના ચાલુ છે. ત્યારે હવે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને રાજસ્થાન સરકારે આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે.
Visitors entering the state from March 25 will have to carry a negative RT-PCR test report not older than 72 hours. Primary schools to remain closed till further order: Rajasthan Government
— ANI (@ANI) March 21, 2021
8 જિલ્લામાં લગાવ્યું નાઈટ કર્ફ્યૂ
રાજસ્થાનમાં 22 માર્ચ રાતના 10 વાગ્યાથી બજારો બંધ રહેશે. જેમાં અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા અને કુશલગઢમાં રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. સરકારના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારોમાં રાતના 10 વાગ્યાથી બજારો બંધ રહેશે. સાથે જ બહારથી શહેરમાં પ્રવેશતા મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
કોઈ પણ રાજ્યમાંથી આવતા લોકોને ટેસ્ટ કરાવવો ફરજિયાત
25 માર્ચથી રાજસ્થાનમાં બહારથી આવતા તમામ મુસાફરો માટે 72 કલાક પહેલા ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. તમામ રાજ્યોમાં આવતા લોકો માટે આ નિયમ લાગૂ પડે છે. જે નાગરિકો નેગેટિવ રિપોર્ટ વગર આવશે, તેમને 15 દિવસ સુધી કોરન્ટાઈનમાં રહેવું પડશે. તમામ જિલ્લા કલેક્ટરને જિલ્લામાં સંસ્થાગત કોરન્ટાઈન સેન્ટર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31