Last Updated on February 25, 2021 by
રાજસ્થાનમાં બળાત્કાર પીડિતાના પરિવારને આરોપીના પરિવાર દ્વારા થતી કનડગતના મુદ્દે પ્રિયંકા ગાંધી અશોક ગેહલોત પર અકળાઈ જતાં ગેહલોતે તાત્કાલિક પરિવારને પોલીસ રક્ષણનું ફરમાન કરવું પડયું છે. ભરતપુર જિલ્લાના જુરહારા પોલીસ સ્ટેશનમાં ગયા વરસના એપ્રિલમાં આ બળાત્કારની ફરિયાદ નોંધાઈ પછી આરોપીઓ દ્વારા પીડિતાના પરિવારને ફરિયાદ પાછી લેવા દબાણ કરાતું હતું. પીડિતાનો પરિવાર ના માનતાં તેમને ધમકીઓ અપાતી હતી.
આ મુદ્દે પોલીસ કશું નહોતી કરતી તેથી પીડિતાની માતાએ મથુરાની કિસાન મહાપંચાયતમાં પહોંચીને પ્રિયંકાને ફરિયાદ કરી હતી. પ્રિયંકાએ મહાપંચાયતમાંથી જ ફોન કરીને નારાજગી વ્યક્ત કરી હતી. પ્રિયંકાના ગુસ્સાથી ગેંગેફેંફે થઈ ગયેલા ગેહલોતે તાત્કાલિક પોલીસ વડાને રીપોર્ટ આપવા ફરમાન કર્યું હતું ને કલાકમાં તો પરિવારને પોલીસ રક્ષણ આપવા આદેશ આપી દેવાયો હતો. મહાપંચાયત પૂરી થાય એ પહેલાં તો પોલીસ રક્ષણનો આદેશ આવી ગયો હતો.
સૂત્રોના મતે, જ્ઞાતિવાદી સમીકરણોના કારણે પોલીસ કશું કરતી નહોતી. એફઆઈઆર અને મેજિસ્ટ્રેટ સામેના પીડિતાના નિવેદનમાં વિરોધભાસ હોવાનો મુદ્દો ઉભો કરીને પોલીસ પરિવારને ટટળાવતી હતી
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31