Last Updated on March 2, 2021 by
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ ખ્યાતનામ કોર્નેલ યુનિવર્સિટીના એક વર્ચુઅલ પ્રોગ્રામમાં જોડાયા હતા. આ પ્રોગ્રામમાં લોકતંત્ર અને વિકાસના વિષયો પર સવાલ-જવાબ થયા હતા. પ્રોફેસર કૌશિક બસુ સાથેના સંવાદમાં રાહુલ ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી દ્વારા ઈમરજન્સી લગાવવા સાથે હાલની કોંગ્રેસની સ્થિતી વિશે પોતાનો મત રજૂ કર્યો હતો.
કટોકટી એ અમારી ભૂલ હતી
1975માં ઈંદિરા ગાંધી દ્વારા લગાવામાં આવેલી કટોકટીના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, તે ભૂલ હતી, ત્યારે જે થયું તે થયું અને આજે જે થઈ રહ્યુ છે, તેમાં ઘણો ફરક છે. પોતાની ભૂલ સ્વિકારી લેવી તે સાહસભર્યુ કામ છે.
LIVE: My interaction with Prof Kaushik Basu @Cornell University https://t.co/GfErZtSpW2
— Rahul Gandhi (@RahulGandhi) March 2, 2021
ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો
રાહુલ ગાંધીએ આગળ જણાવ્યુ હતું કે, અમને સંસદમાં બોલવાની મંજૂરી નથી. ન્યાયપાલિકા પાસેથી આશા નથી. આરએસએસ અને ભાજપ પાસે અઢળક આર્થિક શક્તિ છે. ધંધાર્થીઓને વિપક્ષના પક્ષમાં ઉભા રહેવાની પરવાનગી નથી. લોકતંત્રમાં આ જાણી જોઈને થતાં પ્રહારો છે.મણિપુરમાં ખુદ રાજ્યપાલ ભાજપની મદદ કરી રહ્યા છે. પુડુચેરીમાં ઉપરાજ્યપાલ કેટલાય બિલો પાસ થવા દેતા નથી. કારણ કે, તે બધા આરએસએસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસ ક્યારેય આ સંસ્થાઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન નથી કર્યો. હાલની સરકાર લોકતાંત્રિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહી છે.
કોંગ્રેસમાં અંદરખાને લોકતંત્રની વાત કરો તો પાર્ટીના જ લોકો કરે છે ટીકા
રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, હું કોંગ્રેસમાં અંદરખાને લોકતંત્ર વધારવાની વાત કેટલાય સમયથી કરતો આવ્યો છું. જેના માટે મારી જ પાર્ટીના લોકો મારી ટિકા કરી રહ્યા છે. મેં મારી પાર્ટીના લોકોને કહ્યું હતું કે, અંદરખાને પાર્ટીમાં લોકતંત્ર લાવવૂ ખૂબ જ જરૂરી છે. આધુનિક લોકતંત્ર એટલા માટે પ્રભાવી છે. કારણ કે, તેમની સાથે સ્વતંત્ર સંસ્થાઓ છે. ભારતમાં આ સ્વતંત્રતા પર પ્રહારો થઈ રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31