Last Updated on March 28, 2021 by
તમિલનાડૂ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે રવિવારના રોજ ચેન્નાઈમાં એક જાહેર રેલીનું આયોજન કર્યુ હતું. રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર બરાબરના પ્રહારો કર્યો હતા. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, ભાજપમાં ત્યારે જ સંબંધો બની રહી છે. જ્યારે તમે પાર્ટીના મોટા નેતાઓના પગ પકડો. આ દરમિયાન રાહુલે કહ્યુ હતું કે, તેમણે તમિલનાડૂના મુખ્યમંત્રી પલાનીસ્વીમીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ઝૂકીને તેમના પગ પકડતા જોયા છે. આવી રીતે ઝૂકવા માટે મજબૂર થવું તે સારુ નથી લાગતું.
મોદી અને અમિત શાહના પગ પકડે તે મને નથી ગમતું
રાહુલ ગાંધીએ એક તસ્વીરનો હવાલો આપતા કહ્યુ હતું કે, ભાજપના મોટા નેતાઓ પર આરોપ લગાવતા કહ્યુ કે, ભાજપમાં સંબંધો ટકાવી રાખવા માટે તમારે મોદી અને અમિત શાહની સામે માથુ ઝુકાવવું પડે છે. તેમણે આગળ કહ્યુ હતું કે, મેં જોયુ છે કે, તમિલનાડૂના મુખ્યમંત્રીને કંટ્રોલ કરી રહ્યા છે અને શાન્તિથી પગ પકડવા માટે કહેવામાં આવ્યું. હાલામં ક એજ જૂનિયર કોંગ્રેસ નેતા ભાજપમાં શામેલ થયા હતા. તેઓ અમિત શાહ સાથે મળ્યા હોવાની તસ્વીર લઈને આવ્યા હતા. મેં પણ તેઓને અમિત શાહના પગ પકડતા જોયા હતા.
મુખ્યમંત્રી ખુદ ભ્રષ્ટ છે, એટલા માટે નમી રહ્યા છે.
તેમણે આગળ કહ્યુ હતું કે, હું આ સ્વિકાર નથી કરતો. જો કે, આટલી મોટી ભાષા અને પરંપરાવાળા રાજ્યના મુખ્યમંત્રી અમિત શાહ આગળ નમવાની કોઈ જરૂર નથી. પણ તેઓ ભ્રષ્ટ છે. એટલા માટે અમિત શાહ અને પીએમ મોદીની આગળ ઝૂકી રહ્યા છે. તેનાથી મને ગુસ્સો આવ્યો કે, આ નેતાઓ તેમની સામે ઝૂકી રહ્યા છે. અને આ જ કારણ છે કે, હું આજે અહીં છું, હું તમિલ લોકો સાથે એક એવો સંબંધ બનાવવા માગુ છું કે, જે બરાબરીનો હોય.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31