Last Updated on February 28, 2021 by
એક તરફ દેશની રાજધાની દિલ્હીના સીમાડા પર ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધ માટે બેઠા છે, તો બીજી તરફ પંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ છે. આ સાથે જ દેશની રાજનીતિમાં ભારે ગરમાવો પણ આવ્યો છે. ખેડૂતોના પ્રદર્શન મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને સતત ઘેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
વિપક્ષ દ્વારા સરકારને સતત ઘેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે
ત્યારે કૃષિ કાયદાને લઇને સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ફરી એક વખત તેમને નિશાન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરે છે. ત્યારે આજે પણ આ કાર્યક્રમ શરુ થાય તે પહેલા રાહુલ ગાંધીએ તેમના પર કટાક્ષ કર્યો છે.
કાર્યક્રમ શરુ થાય તે પહેલા રાહુલ ગાંધીએ તેમના પર કટાક્ષ કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે ‘હિંમત હોય તો કરો – #KisanKiBaat #JobKiBaat’
हिम्मत है तो करो-#KisanKiBaat #JobKiBaat
— Rahul Gandhi (@RahulGandhi) February 28, 2021
આ સિવાય કાલ રાતથી જ ટ્વિટર પર #MannKiBakwaas અને #Jobkibaat જેવા ટ્રેન્ડ શરુ થયા છે.
રાહુલ ગાંધીએ તેમને ચેલેન્જ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હિંમત હોય તો તેઓ ખેડૂતો અને રોજગારની વાત કરે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી હાલમાં તામિલનાડૂના પ્રવાસે છે જ્યાંથી તેઓ સતત કેન્દ્ર સરકાર ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હૂમલો કરી રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31