GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી/ રાહુલ ગાંધીએ આસામને આપી આ 5 ગેરંટી : જોરહાટમાં વચનોની લ્હાણી કરી

Last Updated on March 20, 2021 by

વિધાનસભા ચૂંટણી અગાઉ રાહુલ ગાંધી આસામમાં 2 દિવસના પ્રવાસે પહોંચ્યા. તેમણે અહીં જોરહાટમાં ચૂંટણી રેલી સંબોધી હતી. અહીં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવાની સાથે રાહુલ ગાંધીએ આસામના લોકોને 5 ગેરેન્ટીવાળા કામ ગણાવ્યા હતા. રાહુલે 5 ગેરન્ટીઓ અંગે કહ્યું કે,‘આસામમાં CAA લાગુ નહીં કરાય. અમે તે આસામ કે દેશમાં લાગુ નહીં થવા દઈએ. આ સિવાય ચાના બગીચામાં કામ કરતા મજૂરોને 365 રૂપિયા અપાશે, મોદી સરકાર હેઠળ 165 રૂપિયા અપાય છે.

દરેક પરિવારને 200 યુનિટ મફત વિજળી મળશે

ત્રીજી ગેરન્ટી દરેક પરિવારને 200 યુનિટ મફત વિજળી મળશે. ચોથી ગેરન્ટી હેઠળ- મહિલાઓને દર મહિને 2 હજાર રૂપિયા અપાશે. પાંચમી ગેરન્ટી- આસામમાં કોંગ્રેસ 5 લાખ લોકોના રોજગારની તકોનું નિર્માણ કરશે. આસમમાં જેટલા પણ નોકરીના પદો ખાલી છે તેની માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાશે.

કોંગ્રેસ શાસનમાં રાજ્યમાં શાંતિ અને વિકાસ ફરી ટ્રેક પર આવશે

કોંગ્રેસ શાસનમાં રાજ્યમાં શાંતિ અને વિકાસ ફરી ટ્રેક પર આવશે.’ આ પહેલા ડિબ્રૂગઢ રેલીમાં રાહુલ ગાંધી ગળામાં NO CAA લખેલ ગમ્છો પહેર્યો હતો. રાહુલે કહ્યું હતું કે- દેશમાં એક ધર્મના લોકોને બીજા ધર્મના લોકો સાથે લડાવી બધાના ભાગલા પાડવામા આવી રહ્યાં છે. વિકાસ માટે શાંતિ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30