GSTV
Gujarat Government Advertisement

રફાલ ડીલમાં દસોલ્ટે ભારતીય વચેટિયાને એક મિલિયન યુરો ગિફ્ટ તરીકે આપ્યા હોવાનો ફ્રાન્સ રિપોર્ટનો દાવો

Last Updated on April 5, 2021 by

ભારત-ફ્રાન્સ વચ્ચે વર્ષ 2016-17માં રફાલ ડીલ મામલે મોટો સોદો થયો હતો. જેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફ્રાન્સની એક પબ્લિકેશન મીડિયાપાર્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. કે રાફેલ બનાવનારી કંપની દ્વારા ભારતના વચેટિયાને એક મિલિયન યૂરો ગિફ્ટ તરીકે આપવામાં આવ્યા હતા. ફ્રાન્સ મીડિયા દ્વારા રાફેલ ડીલ મામલે ખુલાસો કરતા ફરી એકવાર રાફેલ ડીલનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

ફ્રાન્સ પબ્લિકેશનના મીડિયાપાર્ટના રિપોર્ટના દાવા અનુસાર વર્ષ 2016માં જ્યારે ભારત-ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ કરવામાં આવી હતી. તે દરમ્યાન દસોલ્ટ દ્વારા કેટલાક ભારતીય વચેટિયાઓને વર્ષ 2017માં દસોલ્ટ ગૃપના એકાઉન્ટમાં 508925 યૂરો “ગિફ્ટ ટૂ ક્લાઈટ્સ”ના ભાગ રૂપે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વાત સામે આવતા ફ્રાન્સની એન્ટી કરપ્શન એજન્સી (AFA)દસોલ્ટના એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. મીડિયાપાર્ટના રિપોર્ટના ખુલાસા બાદ દસોલ્ટે આ મામલે જણાવ્યું હતું કે આ રૂપિયાનો ઉપયોગ લડાકુ વિમાનના 50 મોટા મોડેલ બનાવા માટે ઉપયોગમાં લીધા હતા. પરંતુ કોઈ કારણસર આ મોડેલ બની શક્યા ન હતા.

એજન્સીએ પોતાના રિપોર્ટમાં દાવો કરતા જણાવ્યું છે કે ભારતીય કંપની (Defsys Solutions)દ્વારા ઈનવોયસ દ્વારા બતાવામાં આવ્યું છે કે 50 મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં એક મોડેલની કિંમત 20 હજાર યુરોથી વધારે નક્કી કરવામાં આવી હતી. જે રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે ઈન્ડિયા ટુડેને જણાવ્યું છે કે ભારત-ફ્રાન્સ વચ્ચે જે રાફે ડીલ થઈ હતી. તેની તપાસ ત્રણ ભાગોમાં કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ ભાગની તપાસ કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. ઉપરાંત હજુ પણ અન્ય બે ભાગની તપાસ કરવામાં આવશે.

વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા ફ્રાન્સ પાસેથી 36 રાફેલની ખરીદી કરવામાં આવી હતી. જેમાંથી ભારતને એક ડર્ઝન વિમાન ભારતને મળી ચુક્યા છે. અને અન્ય વિમાન વર્ષ 2022 સુધીમાં મળી જેશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. રાફેલ ડીલ મામલે ભારતમાં ભારે વિવાદ થયો હતો. લોકસભાના ઈલેક્શન પહેલા રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે. તે વાતને લઈ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યો હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33