Last Updated on March 3, 2021 by
બ્રિટનમાં એક રેડિયો શૉ દરમિયાન એક વક્તાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા માટે અપશબ્દ કહ્યા. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. બ્રિટનમાં રહેતા શીખો અને ભારતીયો પ્રત્યે વંશીય ભેદભાવ પર આયોજિત ડિબેટમાં સમગ્ર ચર્ચાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત પ્રદર્શન તરફ વળાંક લઇ લીધો.
શો દરમિયાન એક કોલરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દ કહ્યા હતા. આ ઘટનાનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને લોકો આકરી ટિકા કરી રહ્યા છે. કેટલાય લોકો આ રેડિયો શોના પ્રસ્તુતકર્તા અને સંગઠન એમ બંનેની ખૂબ ટીકા કરી રહ્યા છે. તો વળી આ લોકોનું કહેવુ છે કે, આ ચેનલે વાંધાજનક કોમેન્ટ પણ ઓન એર જવા દીધી હતી.
કિરન બલખિયાએ આ અંગે કહ્યુ હતું કે, આ ચેનલે માફી માગવી પડશે કે, તેણે આ કાર્યક્રમમાં લોકોને સામેલ કરતા પહેલા તેમની તપાસ કરી હતી કે કેમ ? આ પ્રકારની ભાષા એક સન્માનિત સંસ્થા માટે નહીં બનતી. નદિનીએ લખ્યુ છે કે, આ ચેનલ અહીં કેવા પ્રકારના વાતાવરણનો વધારો કરી રહ્યુ છે. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તથા તેને આ બાબતે જવાબ આપવો પડશે કે, વડાપ્રધાન મોદીની માતા વિશે આવી વાત કેમ કરી ?
અમન દુબેએ જણાવ્યું કે, “આ ખૂબ જ શરમજનક કૃત્ય છે. પીએમ મોદીની માતાને એક રેડિયો શો પર ગાળો આપવામાં આવી. આ ઓડિયો વાયરલ થયા બાદ ટ્વિટર પર આ રેડિયો ચેનલ બૉયકોટ ટોપ ટ્રેન્ડમાં પહોંચી ગઇ છે. આ સમગ્ર ઘટના પર હજી સુધી આ ચેનલનું કોઇ જ નિવેદન સામે નથી આવ્યું.”
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31