GSTV
Gujarat Government Advertisement

વેક્સિનેશનની ઝડપને લઈને ઉઠ્યા સવાલ, 18 દિવસમાં માત્ર 1.81 લાખ લોકોને અપાઈ રસી, 70% વસ્તીનું રસીકરણ કરતા લાગશે આટલો સમય

Last Updated on March 19, 2021 by

દેશમાં કોરોના સામે મંથરગતિએ ચાલતા રસીકરણ સામે પણ ઝડપને લઈને સવાલ ઉઠ્યા છે. દેશમાં  કોરોના રસીકરણની જો આવી જ ગતિ રહી તો 70 ટકા વસતીને રસી આપવામાં 10.8 વર્ષ લાગશે. માર્ચ મહિનાના પ્રથમ 18 દિવસમાં 1,87,55,540 કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

રસીકરણ

70% રસીકરણ કરતા લાગશે 10 વર્ષ

દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતા દેશ ભારતમાં 18 માર્ચ 2021 સુધી 3.6 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જો કે, દેશની કુલ વસતી 135 કરોડમાં આ માત્ર પાંચ ટકા છે. તો વળી રસીનો બીજો ડોઝ લેનારની ટકાવારી માત્ર 0.5 ટકા છે. જો આ જ ઝડપમાં રસીકરણ થતું રહ્યું તો 70 ટકા રસીકરણ થવામાં 10.8 વર્ષ લાગી જશે.

તમામ નાગરિકોના રસીકરણ માટે લાગશે આટલો સમય

આરોગ્ય મંત્રાલય પ્રમાણે દૈનિક 11 લાખથી વધુને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ દરથી ભારતની 70 ટકા વસતીના રસીકરણમાં 2.36 વર્ષ લાગી શકે છે અને સમગ્ર વસતીનું રસીકરણ થતા 3.4 વર્ષ લાગી શકે છે. છતાં દૈનિક સરેરાશ કાઢવામાં આવે તો માર્ચ મહિનામાં 40.85 લાખ લોકોને રસી અપાઈ હતી. મતલબ કે, દરરોજ 2.40 લાખ લોકોને રસી અપાઈ હતી. રસીકરણમાં જો ઝડપ નહિ લવાય તો ભારતની 70 ટકા વસતીને બંને ડોઝ આપવામાં 10.8 વર્ષ લાગશે. અને સમગ્ર દેશને કવર કરતા 15 વર્ષ લાગી જશે.  

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33