Last Updated on March 14, 2021 by
કવોડ દેશના વરિષ્ઠ નેતાઓના પહેલા શિખર સંમેલન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિશન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ એક લેખ લખ્યો છે. વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા આ લેખમાં ચારેય નેતાઓએ ચીનને કડક સંદેશ આપતા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને સ્વતંત્ર અને મુક્ત બનાવી રાખવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે. સાથે જ શપથ લીધા કે તેઓ તે દેશોની સાથે મળીને કામ કરશે કે જે સમાન લક્ષ્ય ધરાવે છે.
તાજેતરમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના સભ્યપદવાળા સંગઠન ક્વોડની એક ઉચ્ચસ્તરીય બેઠક મળી. આ બેઠકનો મુખ્ય હેતુ ચીન સામે નક્કર રણનીતિ ઘડવાનો હતો. ત્યારે બેઠક બાદ ચારેય દેશોના નેતાઓએ લખેલા એક લેખમાં ક્વોડનો હેતુ સ્પષ્ટ કર્યો છે. ક્વોડના ચારેય નેતાઓએ શિખર સંમેલન બાદ એક સંયુક્ત લેખ જાહેર કરીને ચીનને શાનમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધી રહેલી દાદાગીરી સામે એક સમાન રણનીતિ અપનાવવાની વાત કહેવામાં આવી છે.
આ લેખમાં ચારેય નેતાઓએ કહ્યું કે ક્વોડનો જન્મ સંકટ સમયે થયો હતો. જે વર્ષ 2007માં ડિપ્લોમેટીક ચર્ચાનું કેન્દ્ર બન્યો અને વર્ષ 2017માં તેનો ફરીથી જન્મ થયો. ચારેય નેતાઓએ લખ્યું કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એકબીજા સાથે જોડાયેલા અને અવસરવાળા આ સમયમાં આપણે એક એવા ક્ષેત્રની એક સાથે મદદ કરવા માટે એકત્ર થયા છે કે જેની તેને જરૂરિયાત છે. આ પહેલા જ્યારે ક્વોડની બેઠક મળી હતી ત્યારે ચારેય દેશો વચ્ચે ત્રણ ક્ષેત્રોમાં વર્કિંગ ગ્રૂપ રચાવવા અંગે સહમતી સધાઇ હતી.
ક્વોડના નેતાઓએ પોતાના લેખમાં ચીનને આડકતરી રીતે ચેતવી દીધુ છે. ચારેય નેતાઓએ કહ્યું કે આપણે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને મુક્ત. સ્વતંત્ર, લચીલુ અને સમાવેશી બનાવવા માટે ફરીથી પ્રતિબદ્ધ જતાવીએ છીએ. અમે તે વાત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર સૌ કોઇને પહોંચવાળો વિસ્તાર રહે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ સંચાલિત કરવામાં આવે. જ્યાં તમામ લોકોને અવર જવર માટે પૂર્ણ આઝાદી હોય. આ વિસ્તારમાં વિવાદોનો શાંતિપૂર્ણ તરીકે સમાધાન થવું જોઇએ અને દરેક દેશ પોતાના રાજનૈતિક વિકલ્પોને અપનાવી શકે. તેમજ કોઇ જોર જબરદસ્તીથી આ વિસ્તાર મુક્ત રહે. ચારેય નેતાઓએ દક્ષિણ-પૂર્વ એશિયન દેશોના સંગઠન આસિયાન સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર આપ્યો.
ચારેય નેતાઓએ ક્વોડને એક એવું સંગઠન ગણાવ્યું કે જેના સભ્ય એક જેવી વિચારસરણી ધરાવે છે. ક્વોડ નેતાઓએ સમગ્ર લેખમાં ચીનને સ્પષ્ટ રીતે આકરો સંદેશ આપ્યો છે અને જણાવી દીધું છે કે તેની દાદાગીરીના દિવસો હવે પૂરા થવાના છે. ચીન તાઇવાનથી લઇને લદ્દાખ સુધી સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. જેના કારણે સમગ્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તણાવ વ્યાપી ગયો છે. ચીન ક્વોડને પોતાની વિરૂદ્ધ ઘેરાબંધી માને છે અને તેણે ઘણી વખત આ સંગઠનની આકરી ટીકા પણ કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31