GSTV
Gujarat Government Advertisement

પુણેની ફેશન સ્ટ્રીટ મોડી રાતે આગના કારણે પુરી રીતે તબાહ, ફાયરની 16 ગાડીઓ પહોંચી, 448 દુકાનો બળીને ખાખ

આગ

Last Updated on March 27, 2021 by

મહારાષ્ટ્રના પુણામાં ગત રાતે ફેશન સ્ટ્રીટમાં લાગેલી ભીષણ આગમાં નાની મોટી 448 દુકાનો બળીને ખાખ થઈ છે. પુણેના કેમ્પ એરિયા વિસ્તારમાં રાતે સાડા નવ વાગ્યાના અરસામાં ફેશન સ્ટ્રીટમાં આગ લાગી હતી..ઘટનાની જાણ થતા પહેલા બે ફાયર બ્રિગેડના વાહનો પહોંચ્યા જે બાદ વધુ 16 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી. અને 50 ફાયર ફાઈટરના જવાનોએ આગ પર કાબુ મેળવવા જહેમત કર હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યુ કે, ફેશન સ્ટ્રીટમા લાગેલી આગની જ્વાલળો એટલી ઉંચી જતી હતી કે શહેરના કોઈ પણ ખૂણેથી જોઈ શકાતી હતી..સમગ્ર માર્કેટ આગમાં ખાખ થઈ ગયુ છે.આગની આ ઘટને લઈને દુકાનદારો રાજ્યસરકાર મદદ કરશે તેવી આશા લગાવીને બેઠા છે.

આખી માર્કેટ બળીને ખાખ

ફાયર અધિકારીએ જણાવ્યું કે, આગ પર કાબુ મેળવવા 16 ગાડીઓ, 50 ફાયર ફાઈટર અને 10 અધિકારીઓ હાજર હતા. ઘણી મુશ્કેલી પછી આગ પર કાબુ મેળવાયો. ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યુ કે, ફેશન સ્ટ્રીટમા લાગેલી આગની જ્વાલળો એટલી ઉંચી જતી હતી કે શહેરના કોઈ પણ ખૂણેથી જોઈ શકાતી હતી. સમગ્ર માર્કેટ આગમાં ખાખ થઈ ગયુ છે. 1:10 વાગ્યે લગભગ આગ પર કાબુ મેળવાયો. માર્કેટમાં હાજર સામાન પુરી રીતે આગમાં સળગી ગયા હતા.

ફેશન સ્ટ્રીટની એક દુકારદારના ભાઈએ વાત કરતા કહ્યું કે, શુક્રવારે વિકેન્ડની સેલના કારણે દુકાનદાર દુકાનમાં નવો માલ લાવીને રાખે છે. હપ્તાના અંતમાં ત્રણ લાખ સુધી માલ આવે છે. આ લિહજે અંદાજો લગાવી શકાય કે કેટલું નુકસાન થયું છે. કપડાંથી લઇ ઇલેક્ટ્રોનિક્સ સુધીના સમાન પણ ઘણા સસ્તા ભાવમાં વેચાય છે.

હોસ્પિટલમાં પણ લાગી હતી આગ

આગની ઘટના પછી હવે દુકાનદારોને રાજ્ય સરકાર પાસે મદદની ઉમ્મીદ છે. જેથી દુકાનદાર, લેબર અને અહીં કરવા વાળા વાળા આ પહેલા ગુરુવારે પણ મુંબઈ સનરાઈઝ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હોસ્પિટલ એક મોલના ત્રીજા માળે હતી. આ ઘટનામાં નવ લોકોની મોત થઇ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ પહોંચી હતી. આગ મોદી રાત લગભગ 11:30એ લાગી હતી. લોકો ફરીથી પોતાનો વેપાર શરુ કરી શકશે. ગયા 15 દિવસમાં કેમ્પ એરિયામાં આગની બીજા ઘટના છે. આ પહેલા શિવાજી માર્કેટમાં આગ લાગી હતી જેમાં 25 દુકાન સળગી ગઈ હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33