GSTV
Gujarat Government Advertisement

શાહનો હુંકાર,જનસભાને સંબોધતા દાવો કર્યો કે પુડુચેરીમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર બનશે

Last Updated on February 28, 2021 by

પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે પુડુચરીના પ્રવાસે છે. જ્યાં તેમણે કરાઇકલમાં એક રેલીમાં જનતાને સંબોધન કર્યુ. અમિત શાહે પોતાના સંબોધનમાં દાવો કર્યો કે પુડુચેરીમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર બનશે. સાથે જ તેમણે જનતાને પુછ્યું કે મોદી સરકારે મોકલેલા 15 હજાર કરોડ રુપિયા તેમને મળ્યા કે નહીં.

જનતાને પુછ્યું કે મોદી સરકારે મોકલેલા 15 હજાર કરોડ રુપિયા તેમને મળ્યા કે નહીં

મોદી સરકારે મોકલેલા 15 હજાર કરોડ રુપિયા તેમને મળ્યા કે નહીં

અમિત શાહે પુડુચરીના મુખ્યમંત્રી નારાયણ સામીને ઘેરતા કહ્યું કે ‘પુડુચેરીમાં ભ્રષ્ટાચારની ગંગા વહેડાવવાનું કામ નારાયણ સામીની સરકારે કર્યુ 15000 કરોડ રુપિયા ભારત સરકારે અહીંના વિકાસ માટે મોકલ્યા હતા. શું તમારા ગામમાં આ પૈસા આવ્યા છે? નારાયણ સામીની સરકારે આ 15000 કરોડ રુપિયા ગાંધી પરિવારની સેવામાં દિલ્હી મોકલી દીધા’

અમિત શાહે આગળ કહ્યું કે ‘નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અમે સતત પ્રાયસ કર્યો કે પુડુચેરી આખા દેશ માટે મોડેલ રાજ્ય બને. વડાપ્રધાને 115 કરતા વધારે યોજનાઓ અહીં મોકલીને રાજ્યના સર્વાંગી વિકાસની શરુઆત કરી છે. પરંતુ અહીંની સરકારે આ યોજનાઓને જમીન પર ઉતરવા નથી દીધી.’

અહીંની સરકારે આ યોજનાઓને જમીન પર ઉતરવા નથી દીધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ‘હું પુડુચેરીની જનતાને પુછવા માંગું છુ કે જે પાર્ટીના નેતા ચાર ટર્મથી લોકસભામાં હોય, તેમને એ પણ ખબર નથી કે બે વર્ષ પહેલા દેશમાં મત્સ્ય પાલન વિભાગ શરુ થઇ ગયો છે. આ પાર્ટી પુડુચેરીનું કલ્યાણ કઇ રીતે કરી શકે છે? 2019માં જ મત્સ્ય વિભાગનું ગઠન થઇ ગયું છે, પરંતુ તે સમયે રાહુલ ગાંધી વેકેશન પર હતા.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33