Last Updated on April 1, 2021 by
નાણામંત્રીએ વ્યાજદરમાં કાપ મુકવાનો નિર્ણય ભલે પાછો લીધો હોય, પણ વિપક્ષ આ મોકો જવા દેવા માગતુ નથી. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નિર્મલા સીતારમણ પર કટાક્ષ કરતા હતું કે, તેમને આ પદ પર બન્યા રહેવાનો કોઈ અધિકાર નથી. તો વળી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પર કહ્યુ હતું કે, વિધાનસભા ચૂંટણી પુરી થયાં બાદ કેન્દ્ર સરકાર પોતાનું ‘અનર્થશાસ્ત્ર’ ફરીથી લાગૂ કરી દેશે.
Really @nsitharaman “oversight” in issuing the order to decrease interest rates on GOI schemes or election driven “hindsight” in withdrawing it? https://t.co/Duimt8daZu
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 1, 2021
પ્રિયંકાના પ્રહારો
તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતું કે, કાલ રાતે સરકારે સામાન્ય લોકોની નાની બચતને લઈને વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો. સવાર પડતા જ સરકારે ‘ભૂલ’શબ્દનો પ્રયોગ કરીને આખો નિર્ણય પાછો ખેંચી લીધો. પ્રિયંકાએ દાવો કર્યો હતો કે, ચૂંટણી છે, ત્યાં સુધી પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસના ભાવ નહીં વધે. એક વાર ચૂંટણી પુરી થવા દો, ભાજપ પોતાનું અનર્થશાસ્ત્ર ફરી વાર લાગૂ કરી દેશે.
Madam FM,
— Randeep Singh Surjewala (@rssurjewala) April 1, 2021
Are u running a ‘Circus’ or a ‘Govt’?
One can imagine the functioning of economy when such duly approved order affecting crores of people can be issued by an ‘oversight’.
Who is the competent authority referred in order?
You have no moral right to continue as FM. pic.twitter.com/czRv5MY7O8
સરકાર ચલાવો છો કે, સર્કસ
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ હતું કે, મૈડમ નાણામંત્રી, આપ સરકાર ચલાવી રહ્યા છો કે, સર્કસ. કોઈ પણ વ્યક્તિ આવી સ્થિતીમાં અર્થવ્યવસ્થાને લઈને કલ્પના કરી શકે છે કે, કરોડો લોકોને પ્રભાવિત કરતો નિર્ણય ભૂલથી લેવાય. આ આદેશ કોણે આપ્યો ? આપને નાણામંત્રીના પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી.
સવાર-સવારમાં ટ્વિટ કરીને જાણકારી આપી
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે સવાર-સવારમાં ટ્વીટ કરીને આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. જેનાથી લોકોને ખૂબ આશ્ચર્ય થયુ છે. તથા વિપક્ષ પણ મજા લૂંટી રહ્યુ છે. સૌથી વધારે વાંધો તો ત્યાં આવ્યો જ્યારે નાણામંત્રીએ કહ્યુ કે, આ ભૂલથી આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
Interest rates of small savings schemes of GoI shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021.
— Nirmala Sitharaman (@nsitharaman) April 1, 2021
Orders issued by oversight shall be withdrawn. @FinMinIndia @PIB_India
બંગાળમાં ચૂંટણીને ધ્યાને રાખી નિર્ણય પાછો ખેંચ્યો
આ ખબર જેવી આવી કે, ચર્ચાઓ ચાલવા લાગી કે, બંગાળમાં ગુરૂવારે મતદાન થવાનું છે. તેના પર અસર પડવાની હોય. સૂત્રો મુજબ જોઈએ તો, ભાજપને ચિંતા થઈ છે કે, ખાસ કરીને બંગાળમાં તેમના સમર્થન પર મોટી અસર પડી શકે છે. કારણ કે, ત્યાંના લોકોમાં નાની બચત યોજના ખૂબ જ લોકપ્રિય છે. સરાકારે નાની બચત યોજનામાં વ્યાજદર ઘટાડીને 4 ટકાથી 3.5 ટકા કરવાની જાહેરાત કરી હતી.
સરકારે વ્યાજદરમાં કાપ મુક્યો હતો
સરકારે બુધવારના નોટિફિકેશનમાં કહ્યું હતું કે, સામાન્ય બચત ખાતાઓમાં જમા રાશિ પર વ્યાજ દરને 4 ટકા ઘટાડીને વાર્ષિક 3.5 ટકા કરી દેવાશે. આ સાથે જ એક વર્ષથી લઈને 5 વર્ષ માટેની નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં પણ કાપ મુકવામાં આવ્યો હતો. 5 વર્ષ સુધીની રિકરિંગ ડિપોઝિટ યોજના પર વ્યાજ દર 5.8 ટકાથી ઘટાડીને 5.3 ટકા કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની બચત યોજનાઓ પરના વ્યાજ દરને 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જ રીતે રાષ્ટ્રીય બચત પત્ર, કિસાન વિકાસ પત્ર પરના વ્યાજ દર પણ ઘટાડવામાં આવ્યા હતા.
પીપીએફ પર મળતા વ્યાજના દરને 7.1 ટકાથી ઘટાડીને વાર્ષિક 6.4 ટકા કરી દેવામાં આવ્યો હતો. એક વર્ષ સુધીની જમા પરના વ્યાજ દરને 5.5 ટકાથી ઘટાડીને 4.4 ટકા ત્રણ મહિના માટે કરી દેવામાં આવ્યો હતો.