GSTV
Gujarat Government Advertisement

વાહ ! પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કમાં ખોલ્યુ ભારતીય રેસ્ટોરા, દર્શાવી પહેલી ઝલક

Last Updated on March 7, 2021 by

એકટ્રેસ પ્રિયંકા ચોપડાએ બોલીવુડથી લઈ હૉલિવુડ સુધી પોતાની ફિલ્મી કરિયરને મોટા મુકામ આપ્યો છે. પરંતુ ફિલ્મોથી પણ અલગ તેણે સોશ્યલ વર્ક અને લેખન ક્ષેત્રમાં પોતાની જગ્યા સ્થાપિત કરી છે. તો પ્રિયંકાએ તેની પ્રોફેશનલ લિમિટને આગળ વધારતા પ્રિયંકાએ ન્યૂયોર્કમાં પોતાના નવા બિઝનેસનો પાયો નાંખ્યો છે. તેણે ત્યાં ભારતીય રેસ્ટોરન્ટ ખોલ્યુ છે. એકટ્રેસે સોશ્યલ મીડિયા પર પોતાની રેસ્ટોરાની જાણકારી શેર કરી છે.

પ્રિયંકાએ લખ્યુ કે, હું તમારી સમક્ષ SONA રજુ કરવા માટે ખૂબ ઉત્સાહિત છું. ન્યૂયોર્કમાં એક નવુ રોસ્ટોરા જયાં મેં ભારતીય ખોરાક પ્રત્યે મારો પ્રેમ દર્શાવ્યો છે. SONAમાં છે ભારતીય ભોજનનો સ્વાદ અને ફ્લેવર્સ. રેસ્ટોરાના શેફ હરિ નાયક છે, જે ખૂબ જ પ્રતિભાશાળી છે. જેણે સૌથી સ્વાદિષ્ટ અને ઈનોવેટીવ મેન્યૂ તૈયાર કર્યા છે. તમને મારા શાનદાર દેશના ફૂડની સફર પર લઈ જઈ રહી છું. SONA આ મહિનાના અંત સુધીમાં ખુલશે. અને હું ત્યાં તમને જોવા માટે રાહ જોઈ શકતી નથી. આ કોશિશ મારા મિત્ર મનીષ ગોયલ અને ડેવિડ રેબિનના નેતૃત્વ વગર સંભવ થઈ હોત. આ વિચારને એટલી સ્પષ્ટતાથી સાકાર કરવા માટે અમારી ડિઝાઈનર મેલિસા બોવર્સ અને બાકીની ટીમનો આભાર.

પ્રિયંકાએ પોતાના રેસ્ટોરા SONAની ઝલક રજુ કરી છે. તેણે બે તસ્વીરો શેર કરી છે. બીજી અને ત્રીજી તસ્વીરમાં તે પૂજા કરતી જોવા મળી રહી છે. જેની સમગ્ર માહિતી પણ તેણે આપી છે. પોસ્ટમાં આગળ લખ્યુ છે- બીજી અને ત્રીજી તસ્વીર સપ્ટેમ્બર 2019ની છે. જયારે અમે આ સ્થળ પર એક નાની પૂજા કરી હતી.

આ બિઝનેસ લાઈનમાં પણ જોડાયેલી છે પ્રિયંકા

પ્રિયંકા ફિલ્મો ઉપરાંત પ્રોડકશન પણ કરે છે. ‘પર્પલ પેબલ્સ પિકચર્સ’ નામથી તેનું પ્રોડકશન હાઉસ પણ છે. તે ઉપરાંત પ્રિયંકાએ હાલમાં જ પોતાના હેયરકેર પ્રોડક્ટ Anomalyને લોન્ચ કર્યુ છે. તો થોડા દિવસ પહેલા તેણે પોતાનુ પુસ્તક ‘unfinished’પણ રીલીઝ કર્યુ છે.

read also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30