Last Updated on April 6, 2021 by
DRDO એ મિસાઈલ સિસ્ટમને વિકસિત કરવા અને તેનું ઉત્પાદન કરવા માટે ખાનગી સેક્ટરની કંપનીઓને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ઘરેલું રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી લેવાયો છે. ડીઆરડીઓના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે,‘ડેવલપમેન્ટ કમ પ્રોડક્શન પાર્ટનર પ્રોગ્રામ હેછળ અમે પ્રાઈવેટ સેક્ટર સાથે મિસાઈલ સિસ્ટમ વિકસિત કરવા અને પછી તેનું ઉત્પાદન કરવા માટે મંજૂરી આપી છે.
પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓએ ભાગીદારી માટે ઘણો ઉત્સાહ દેખાડ્યો છે. વર્ટિકલી લોન્ચની શોર્ટ-રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ સિસ્ટમ યોજના પર બોલીઓ પણ લાગી ચૂકી છે.’ ડીઆરડીઓ દ્વારા આ પ્રયાસ મોદી સરકારના મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ કરવામા આવી રહ્યો છે.
ડીઆરડીઓએ અમુક સમય પહેલા જ એર ઈન્ડિપેન્ડેન્ટ પ્રોપલ્શન ટેકનોલોજીનો અંતિમ ટેસ્ટ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. ભારતીય સબમરીનને વધુ ઘાતક બનાવવાની દિશામાં તેને મોટી સફળતા મનાય છે કારણ કે, વિશ્વના અમુક વિકસિત દેશો પાસે જ આ ટેકનોલોજી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31