GSTV
Gujarat Government Advertisement

ગંભીર સમાચાર: અમદાવાદની હોસ્પિટલોમાં ખુટી રહ્યો છે ઓક્સિજનનો જથ્થો, દર્દીઓના જીવ પર મોટુ જોખમ

Last Updated on April 10, 2021 by

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સૌથી મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટવા લાગતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે. શહેરની અનેક ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો નથી. 120 અને 130 રૂપિયે મળતા ઓક્સિજનના 500 રૂપિયા આપવા છતાં તેનો જથ્થો મળતો નથી. ખાનગી હોસ્પિટલના સંચાલકોએ સરકાર ઓક્સિજનનો જથ્થો પૂરો પાડે તેવી માંગણી કરી છે.

ઈન્જેક્શન લેવા માટે પડાપડી

અમદાવાદમાં રાજ્યભરમાંથી રેમડેસિવિર ઈન્જેકશન લેવા માટે લોકોને પડાપડી જોવા મળી છે. ઝાયડસ હોસ્પિટલ બહાર અને અન્ય જગ્યાઓ પર પણ રેમડેસિવિર ઈન્જેકશન લેવા માટે લોકો પહોંચ્યા છે..સ્વજનને બચાવવા માટે લોકો રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે વલખા મારી રહ્યા છે.તબીબો આડેધડ રેમડેસિવિર ઈન્જેક્શનના પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે.

સ્મશાનમાં લાગી રહ્યા છે વેઈટીંગ

અમદાવાદમાં કોરોના દર્દીઓના મોત મામલે તંત્ર ફરી આંકડાની માયાજાળ રચતું હોવાનું સામે આવ્યું છે. દરરોજ જાહેર થતાં સરકારી આંકડા મુજબ અમદાવાદ શહેરમાં દરરોજ 5 થી 7 દર્દીઓના મોત નિપજે છે. પરંતુ એકલા થલતેજ સ્મશાનગૃહમાં જ દરરોજ 8 થી 9 દર્દીઓના મૃતદેહ આવી રહ્યા છે.અહીં અંતિમવિધિ માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. આ આંકડા ફક્ત થલતેજ સ્મશાનગૃહના છે. અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના 24 થી 26 સ્મશાન આવેલા છે. ત્યારે દરરોજ કેટલા દર્દીઓ મોતને ભેટતા હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. બીજી તરફ સ્મશાનગૃહોને પણ કોવિડ પ્રોટોકોલ મુજબ થતી મૃતદેહોની અંતિમવિધિના આંકડા ન આપવા ઉપરી અધિકારીએ સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આટલી ભયાનક પરિસ્થિતિમાં પણ તંત્ર લોકોને વાસ્તવિકતાથી વાકેફ કરાવવાને બદલે સાચા આંકડા છૂપાવી રહ્યું છે.

રેકોર્ડ 951 નવા કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત કાબૂ બહાર જઈ રહી છે.શહેરમાં ગુરૂવારે રેકોર્ડ બ્રેક ૯૫૧ નવા કેસ નોધાયા છે.ઉપરાંત   આઠ લોકોના મોત થતા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૭૪૨૭૪ ઉપર પહોંચી ગઈ છે.અમદાવાદમાં ફરી એક વખત ઝડપથી વધતા જતા કોરોનાના કેસને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ વહીવટી તંત્રે રહી રહીને અલગ અલગ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ વિભાગની ટીમો મોકલીને લોકોને માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવી પડી હતી.શહેરમાં એકિટવ કેસની સંખ્યા પણ વધીને ૨૯૪૮ ઉપર પહોંચી જતા કોરોના સંક્રમણની કેટલી ઘાતક અસર થઈ રહી છે એ બાબત બહાર આવવા પામી છે.

ઝડપથી વધી રહ્યો છે કોરોના

અમદાવાદ શહેરમાં માર્ચ-૨૦૨૧થી ઝડપથી કોરોનાના કેસમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.શહેરમાં માર્ચ મહિનાના અંતભાગથી કોરોનાના સતત આઠ દિવસ સુધી ૬૦૦ થી વધુ કેસ નોંધાયા બાદ બુધવારે શહેરમાં કોરોનાના ૮૦૪ કેસ નોંધાવા પામ્યા હતા.કોરોના પોતે જ પોતાના રેકોર્ડ તોડી રહ્યો હોય એમ ગુરૂવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં કોરોનાના નવા ૯૫૧ કેસ નોંધાવા પામ્યા છે.જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.ગત માર્ચથી શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭૪૨૭૪ કેસ નોંધાયા છે.શહેરમાં ગુરૂવારે ૪૭૦ દર્દીઓ કોરોના મુકત થતાં અત્યાર સુધીમાં શહેરમાં કુલ મળીને ૬૮૫૧૨ લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં ગુરૂવારે વધુ આઠ લોકોના મોત થતાં શહેરમાં અત્યાર સુધીમાં કુલ મળીને ૨૩૩૧ લોકોના મરણ થવા પામ્યા છે.શહેરમાં એકિટવ કેસની સંખ્યા ૨૯૪૮ ઉપર પહોંચી ગઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33