Last Updated on April 8, 2021 by
વડાપ્રધાન મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. વડાપ્રધાન મોદીએ એઈમ્સમાં જઈને આ બીજો ડોઝ લીધો હતો. અગાઉ વડાપ્રધાન મોદીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના એઈમ્સમાં ગુરૂવારે સવારે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતું અમારી પાસે વાયરસને હરાવવા માટે અમુક ઉપાયોમાં વેક્સિનેશન પણ છે, જો તમે પણ વેક્સિન લેવા માટે યોગ્ય હોવ તો, ટૂંક સમયમાં જ લગાવી લો.કોવિન પોર્ટલ પર રજિસ્ટર કરાવો.
Got my second dose of the COVID-19 vaccine at AIIMS today.
— Narendra Modi (@narendramodi) April 8, 2021
Vaccination is among the few ways we have, to defeat the virus.
If you are eligible for the vaccine, get your shot soon. Register on https://t.co/hXdLpmaYSP. pic.twitter.com/XZzv6ULdan
I am the vaccinator who gave the first dose of COVAXIN to PM Narendra Modi. Today I got another opportunity to meet him & vaccinate him for the second time. I was elated again. He spoke to us, we even clicked pictures with him: Sister P Niveda who vaccinated PM Modi today. pic.twitter.com/1k7PTezeqE
— ANI (@ANI) April 8, 2021
આપને જણાવી દઈએ કે, અગાઉ વડાપ્રધાન મોદીએ 1 માર્ચ 2021ના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વિટર પર જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ જનતાને અપીલ કરી હતી કે, સક્ષમ લોકોએ રસી લગાવી લેવી. આજ દિવસે દેશભરમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો હતો.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
— Narendra Modi (@narendramodi) March 1, 2021
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સૌને જણાવ્યુ હતું કે, એઈમ્સમાં કોવિડ વેક્સિન 19નો પ્રથમ ડોઝ લીધો. આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ ઓછા સમયમાં લાંબી લડાઈ લડીને ખૂબ જ ઉલ્લેખનીય કામ કર્યુ છે. હું તમામ લોકોને અપીલ કરુ છુ કે, આપ પણ કોરોના રસી લગાવો. આવો સાથે મળીને ભારતને કોરોનામુક્ત કરીએ.
રસી આપવામાં ભારત વિશ્વમાં સૌથી મોખરે
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 33 લાખથી વધારે લોકોને છેલ્લા 24 કલાકમાં રસી આપવામાં આવી છે. આજે દુનિયામાં રસી આપવાના મામલે ભારતમાં આગળ છે. અત્યાર સુધીમાં દેશમાં 8.70 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી સર્વાધિક પાંચ કરોડથી વધારે લોકોની ઉંમર 45 અથવા તેનાથી વધારે છે. આ લોકોને ગત 1 માર્ચથી રસી આપવાનું શરૂ થયુ છે.
અન્ય દેશોની આવી છે સ્થિતી
આપને જણાવી દઈએ કે, અમેરિકામાં સરેરાશ 30.53 લાખ, ઈટલીમાં 2.45 લાખ, તુર્કીમાં 2.85 લાખ, ફ્રાન્સમાં 2.91 લાખ, જર્મનીમાં 3 લાખ, બ્રિટેનમાં 4.13 લાખ અને બ્રાઝિલમાં 6.23 લાખ લોકોને રસી આપવામાં આવી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 16 કરોડ, બ્રિટેનમાં 3 કરોડ, બ્રાઝિલમાં 2.01 કરોડ, જર્મનીમાં 1.43 કરોડ, ફ્રાન્સમાં 1.23 કરોડ અને ઈટલીમાં 1.10 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.
દેશમાં કોરોનાનો અજગર ભરડો
દેશ કોરોનાની બીજી લહેરના અજગર ભરડામાં સપડાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૨૦ લાખ નવા કેસ સામે આવ્યા છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં એક દિવસમાં કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૮ કરોડને પાર થઈ ગયા છે. દેશમાં છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત એક દિવસમાં કોરોનાના કેસ એક લાખથી વધુ નોંધાયા છે. કોરોનાના કેરને પગલે છત્તિસગઢના રાયપુરમાં ૧૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાયું છે તો દિલ્હી સહિત અનેક રાજ્યોએ કોરોના પર કાબૂ મેળવવા લૉકડાઉન, નાઈટ કરફ્યૂ, વીકએન્ડ લૉકડાઉન જેવા આકરા પ્રતિબંધો મૂક્યા છે. દેશમાં કોરોનાની સ્થિતિ મુદ્દે વડાપ્રધાન મોદી ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.
વીએકન્ડ અને નાઈટ કર્ફ્યુ લાગ્યા
દેશમાં કોરોનાની સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રમાં છે, જ્યાં વીકએન્ડ અને નાઈટ કરફ્યૂ લાગુ કરી દેવાયા છે. આ સિવાય દિલ્હીમાં પણ નાઈટ કરફ્યૂ લાગુ છે. છત્તિસગઢના રાયપુરમાં ૯ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. છત્તિસગઢના દુર્ગમાં ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરી દેવાયું છે.
છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા કેસ
દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કુલ કેસ ૧,૨૮,૦૧,૭૮૫ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૨૦,૭૩૬ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૬૫૦નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૬,૧૭૭ થયો છે. દેશમાં સતત ૨૮મા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે, જેને પગલે એક્ટિવ કેસ વધીને ૮,૪૩,૪૭૩ થયા છે, જે કુલ કેસના ૬.૫૯ ટકા છે જ્યારે રીકવરી રેટ ઘટીને ૯૨.૧૧ થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૧૭,૯૨,૧૩૫ દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોના પર નિયંત્રણ લાવવા સરકારે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટ પર ભાર મૂક્યો છે. ત્યારે આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં ૬ઠ્ઠી એપ્રિલ સુધીમાં કુલ ૨૫,૧૪,૩૯,૫૯૮ ટેસ્ટ થયા છે. મંગળવારે એક જ દિવસમાં ૧૨,૦૮,૩૩૯ ટેસ્ટ થયા હતા.
દેશમાં રસીકરણ અભિયાનમાં ઝડપ
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તેના પર નિયંત્રણ લાવવા રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવા માટે સરકાર ૧૧મી એપ્રિલથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૦૦ લાયક લાભાર્થીઓને સરકારી અને ખાનગી ઓફિસોમાં રસી લેવાની મંજૂરી આપશે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, સરકારી અને ખાનગી ઓફિસો અથવા ઉત્પાદન અને સર્વિસ એકમોમાં કામ કરતા ૪૫ વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા ઘણી મોટી છે. આ લોકોને રસીની ઉપલબ્ધતા પૂરી પાડવા માટે કંપનીઓ વર્તમાન કોવિડ રસીકરણ કેન્દ્રો સાથે મળીને તેમની ઓફિસોમાં ૧૦૦ લાયક લાભાર્થીઓને રસી આપી શકશે. જોકે, ઓફિસોમાં માત્ર ૪૫ વર્ષથી વધુ વયના કંપનીના કર્મચારીને જ રસી આપી શકાશે. લાયક લાભાર્થીના પરિવાર સહિત બહારની કોઈપણ વ્યક્તિને રસી આપી શકાશે નહીં. આવા લાભાર્થીઓએ કો-વિન પોર્ટલ પર અગાઉથી રસીકરણ માટે નોંધણી કરાવવી પડશે અને સીવીસી નોડલ અધિકારી બધા જ લક્ષ્યાંકિત લાભાર્થી અને એકમોની સ્થળ પર નોંધણી માટે ઉપલબ્ધ હશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31