Last Updated on March 18, 2021 by
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પશ્ચિમ બંગાળના પુરુલિયા પહોંચ્યા. અહીં તેમણે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે TMCનું ફુલ ફોર્મ જણાવતા રાજ્ય સરકાર પર કમિશન લેવાનો શિકંજો કસ્યો. જ્યારે તેમણે મંચ પરથી નંદીગ્રામમાં પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા મમતા બેનર્જી સ્વાસ્થ થવાની કામના કરી, તેમણે સરકાર પર માઓવાદીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે.
PM Shri @narendramodi addresses public meeting in Purulia, West Bengal.
— BJP (@BJP4India) March 18, 2021
Dial 9345014501 to listen LIVE.#BJPErOngikarSonarBangla https://t.co/0SaeYFSnt6
મોદીએ ટીએમસીનો અર્થ જણાવ્યો
અહીં તેમણે TMCનો અર્થ જણાવતા કહ્યું કે, TMCનો અર્થ ટ્રાન્સફર માય કમિશન છે. ભાજપ બંગાળ સરકાર પર સતત તોડબાજી અને કમિશન લેવાનો આરોપ લગાવી રહ્યું છે. આ દરમિયાન મમતાના ખેલ હોબેના નારા પર નિશાન સાધતા તેમણે કહ્યું, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે ચાકરી હોબે, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે. દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે શિક્ષા હોબે. ખેલા શેષ હોબે, વિકાસ આરંભ હોબે.
West Bengal: Prime Minister Narendra Modi met in Purulia, the families and relatives of BJP workers who were killed. pic.twitter.com/j4dukeSRzi
— ANI (@ANI) March 18, 2021
મમતા સરકાર પર મોદીના પ્રહારો
TMC પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટીએમસી સરકારે કંઈ નથી કર્યું પરંતુ પુરુલિયાને પાણીની સમસ્યા સાથે છોડી દીધું. TMC રમત રમવામાં લાગેલી છે. તેમણે ખેડુતોને છોડી દીધાં છે. આ લોકોએ પુરુલિયાના લોકોના જીવનને જળ સંકટમાં છોડી દીધાં છે. તેમણે પુરુલિયાને પછાત ક્ષેત્ર બનાવવાનો આરોપ લગાવ્યો.
વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો
બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની આ રેલી એક મોટા અભિયાન તરીકે જોવામાં આવી રહી છે. તેમણે કહ્યું, પશ્ચિમ બંગાળના લોકો 10 વર્ષો સુધી ખરાબ શાસન માટે મમતા બેનર્જીને સજા આપશે. તેમણે રાજ્યની જુની સરકારો પર વિકાસ નહી કરવાનો આરોપ લગાવ્યો. વડાપ્રધાને કહ્યું કે લેફ્ટ અને તે બાદ ટીએમસી સરકારે પુરુલિયામાં ઉદ્યોગો વિકસિત નહી થવા દીધાં, સિંચાઈ માટે જેવું કામ કરવાનું હતું તેવું નથી થયું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31