GSTV
Gujarat Government Advertisement

મહિલા દિવસ: અભિનેત્રી-નિર્દેશક તરીકે ઉજ્જવળ કારકિર્દી બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ અપાવી રહી છે ડાંગની દીકરી મોનાલીશા

Last Updated on March 9, 2021 by

આદિવાસી પછાત ગણાતા ડાંગ જિલ્લામાં રહીને નાની ઉંમરે એક્ટ્રેસ અને નિર્દેશક તરીકે કારકિર્દી બનવનાર મોનાલીશા પટેલ અભિનય ક્ષેત્રમાં જવા માંગતી મહિલાએ માટે પ્રેરણારૂપ બની છે. નાનકડા આદિવાસી ગામ ચનખલથી માયાનગરી મુંબઈ સુધી પહોંચેલી 23 વર્ષીય મોનાલીશા પટેલનું જીવન સંઘર્ષમય રહ્યું છે.

ડાંગ

મોનાલીશા પટેલ આજે એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ડિરેકટર જેવી મલ્ટીપલ પર્સનાલિટી ધરાવતી ડાંગની યુવતી બની ગઈ છે. માત્ર ચાર વર્ષની ઉંમરે ‘સાવલી’ નામક પ્રાદેશિક ભાષાની પ્રથમ ફિલ્મમા ઉત્કૃષ્ટ અભિનય દેખાડ્યા બાદ  ‘નેટિવ કોંગો’ અને ‘ચિત્રકૂટ’માં પણ મોનાલીસાએ અભિનયના ઓજસ પાથર્યા છે.

આજે મોનાલીસા અંતરિયાળ વિસ્તારમા રહીને ફિલ્મ નિર્માણની બારીકીઓ ‘સીનેવિદ્યા વર્કશોપ’ના માધ્યમથી ગ્રામ્ય બાળકોને શીખવી રહી છે. ગત સપ્તાહે જ અમદાવાદ ખાતે યોજાયેલા ‘ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ’માં ભાગ લઈને આવેલી મોનાલીસા પટેલ મરાઠી ફિલ્મ ‘નાદ પ્રેમાચા’ સહિત તેણીના હોમ પ્રોડકશનની આગામી ફિલ્મ ‘શમા’માં કામ કરીને ડાંગ અને ગુજરાતને ગૌરવ પ્રદાન કર્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33