Last Updated on March 3, 2021 by
પીએમ મોદી બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોરાનાની રસી મુકાવી છે. કેન્દ્ર સરકારે એક માર્ચથી કોરોના વેક્સીનના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે અને એ પછી મોટી સંખ્યામાં નેતાઓ પણ રસી લેવા માટે આગળ આવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં રસીનો પહેલો ડોઝ લીધો હતો.આ સમયે તેમના પુત્રી પણ તેમની સાથે હાજર રહ્યા હતા. રામનાથ કોવિંદે દુનિયામાં સૌથી મોટાપાયે રસીકરણ ઝુંબેશ ચલાવવા બદલ ડોક્ટર, નર્સ, હેલ્થ વર્કર્સનો આભાર માન્યો હતો.
President Ram Nath Kovind, accompanied by his daughter, was administered the COVID-19 vaccine at the Army R&R Hospital, Delhi, today. pic.twitter.com/xf6VQ6pIwS
— President of India (@rashtrapatibhvn) March 3, 2021
તેમણે બીજા લોકોને પણ રસી મુકાવવા માટે અપીલ કરી હતી.હાલમાં 60 વર્ષથી વધુ વયના લોકોને રસી મુકવાની કામગીરી ચાલી રહી છે અને તેના ભાગરુપે રાષ્ટ્રપતિએ પણ રસી મુકાવી છે.
આ કેટેગરીમાં આવતા લોકો સરકારી હોસ્પિટલમાં મફત પણ રસી મુકાવી શકે છે. ગઈકાલે રક્ષા મંત્રી રાજનાથસિંહ, સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને પણ રસી મુકાવી હતી. આ પહેલા બિહારના સીએમ તેમજ ઓરિસ્સાના સીએમ પણ રસી મુકાવી ચુક્યા છે. સરકારે જાહેરાત કરી છે કે, રસીના ડોઝની કમી નથી અને આખા દેશમાં રસીકરણ માટેના કેન્દ્રોને પૂરતા પ્રમાણમાં ડોઝ મળી રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31