GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં જેમનો એક દાયકાથી દબદબો હતો એવા કાકા પર ભાજપ પ્રદેશ પ્રમુખની કાતર ફરી વળી, કદ પ્રમાણે વેતરી નાખ્યા

Last Updated on March 24, 2021 by

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બધો જ વહીવટ પાલડીની સુરેન્દ્ર કાકાની ઑફિસને બદલે અમદાવાદના ખાનપુર વિસ્તારના જયપ્રકાશ ચોકમાં આવેલી ઑફિસમાંથી ચલાવવાની શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે આપ્યા હોવાનું રાજકીય વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે. આ કામગીરી પર ભાજપના પ્રદેશાધ્યક્ષ હવે ખુદ નજર રાખવા માંગતા હોવાના પણ નિર્દેશ મળી રહ્યા છે.

ભાજપના પ્રદેશાધ્યક્ષ હવે ખુદ નજર રાખવા માંગતા હોવાના પણ નિર્દેશ

અત્યાર સુધી સુરેન્દ્ર કાકાની ઑફિસેથી જ ધાર્યા કામો કરાવવામાં આવતા હોવાનું જગજાહેર છે. તેમની પાંખ કાપવાના ઇરાદા સાથે જ અને નવા  હોદ્દેદારોની નિમણૂકમાં તેમનું વજન ન પડે તે માટે પાટીલની અંગત ખાસ વ્યક્તિને પણ કેટલીક જવાબદારી સોંપવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સી.આર. પાટીલ નવયુવાનોને તક આપવાના મેન્ડેટના ઓઠા નીચે સિનિયર મોસ્ટ સુરેન્દ્ર કાકાને કોર્પોરેશનમાંથી એક ઝાટકે જ સાઈડ ટ્રેક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગણિતો સાથે જ ધર્મેન્દ્ર શાહને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

એક ઝાટકે જ સાઈડ ટ્રેક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

ત્રણ ચાર દાયકાથી મજબૂતીથી પગદંડો જમાવીને ધાર્યું કરતાં આવેલા સુરેન્દ્ર પટેલ(કાકા)ને કદ પ્રમાણે વેતરી નંખાયા છે. અગાઉ ભાજપના સાઈડ ટ્રેક થયેલા નેતા એક મહિલાને કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકીટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવતા જાવા મળ્યા હતા. તેમાં સફળ પણ થયા હતા. પરંતુ મહાનગર પાલિકાની ચૂંટણીમાં તે મહિલા ઉમેદવારની હાર થતાં પ્રદેશાધ્યક્ષ ગિન્નાયેલા હતા.

મહાનગર પાલિકાની ચૂંટણીમાં તે મહિલા ઉમેદવારની હાર થતાં પ્રદેશાધ્યક્ષ ગિન્નાયેલા

પરિણામે મોકો મળતા તેમને કદ પ્રમાણે વેતરી નાખવાનો આરંભ કરી દેવામાં આવ્યો છે. પરિણામે હવે સુરેન્દ્ર કાકા પાસેથી તમામ પ્રકારના આર્થિક વહીવટો સંભાળવાની કામગીરી પણ છીનવાઈ જવાની શક્યતા નિર્માણ થઈ છે.આ જ ગણતરી સાથે ખજાનચી ઉપરાંત સહખજાનચી પણ મૂકવામાં આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33