GSTV
Gujarat Government Advertisement

આ યુરોપિયન દેશમાં લાગી શકે છે બુરખા પર પ્રતિબંધ, આજે લેવાશે જનમત સંગ્રહ

Last Updated on March 7, 2021 by

યુરોપિયન દેશ સ્વિત્ઝર્લેન્ડમાં બુરખો કે હિજાબ પહેરવા પર પ્રતિબંધની તૈયારી ચાલી રહી છે. રવિવારે સ્વિત્ઝર્લેન્ડમાં આ માટે વિશેષ મતદાન થશે અને જનતાનો અભિપ્રાય લેવામાં આવશે. જો પ્રતિબંધના સમર્થનમાં મત વધુ પડયા તો હવેથી સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા પર પ્રતિબંધ મુકવામાં આવશે. જેને લઇને સ્થાનિક મુસ્લિમોમાં વિરોધ થઇ શકે છે. કેમ કે બુરખો અને હિજાબનો ઉપયોગ મુસ્લિમ સમાજમાં થાય છે.

સ્વિત્ઝર્લેન્ડ સરકાર રવિવારે જનમત સંગ્રહ કરવા જઇ રહી છે. આ દિવસે પુરા દેશની જનતા વોટિંગ કરશે. આ સાથે જ સરકાર જનમત દ્વારા લોકશાહીની સિસ્ટમમાં પણ કોઇ સુધારો કરવાની જરૂર છે કે કેમ તે અંગે પણ અભિપ્રાય લેશે. સ્વિત્ઝર્લેન્ડમાં લાંબા સમયથી મુસ્લિમ સમુદાયને લઇને ચર્ચા ચાલી રહી છે. આ વખતે જનમત સંગ્રહના માધ્યમથી લોકોને સવાલ પૂછવામાં આવશે કે જાહેર સૃથળોએ કોઇ પણ નાગરિક પોતાનો ચેહરો ન ઢાંકે આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે? બુરખામાં ચેહરો ઢાંકવાનો હોય છે જેને પગલે આ પ્રતિબંધની અસર સીધા બુરખા પર વધુ જોવા મળી શકે છે.

નોંધનીય છે કે નેધર્લેન્ડ, જર્મની, ફ્રાંસ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ અને ડેનમાર્કમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ છે. જોકે સ્વિત્ઝર્લેન્ડમાં જે પ્રસ્તાવ બુરખા પર પ્રતિબંધને લઇને લાવવામાં આવ્યો છે તેમાં બુરખાને મુસ્લિમ મહિલાઓ વિરોધી માનવામાં આવે છે. જોકે કેટલાક લોકો એવા પણ છે કે જેમની માગણી છે કે હાલ કોરોના મહામારી જેવા સમયે કે કોઇ બિમારી સમયે બુરખો આૃથવા અન્ય કોઇ કપડાથી ચેહરો ઢાંકવાની છુટ આપવી જોઇએ.

આ પ્રકારની છુટ ધાર્મિક સ્થળોએ જ્યારે લોકો જાય ત્યારે પણ આપવામાં આવે તેવી પણ માગણી થઇ રહી છે. જેને પગલે હવે જનમત સંગ્રહના માધ્યમથી સ્વિત્ઝર્લેન્ડ સરકાર આ અંગે નિર્ણય લેશે. રવિવારે બુરખા પર પ્રતિબંધના સમર્થનમાં આૃથવા પ્રતિબંધ ન મુકવાના સમર્થનમાં મતદાન થશે. પાડોશી દેશ શ્રીલંકામાં આતંકી હુમલા બાદ જાહેરમાં બુરખા પર પ્રતિબંધ લગાવાયો હતો, જે સમયે ભારતમાં પણ આ જ પ્રકારના પ્રતિબંધોની માગણી ઉઠી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33