Last Updated on March 3, 2021 by
ગુજરાતમાં આજે નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. નાણાંમંત્રીએ બજેટમાં જણાવ્યું કે, PM માતૃવંદના યોજના માટે 66 કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ નવી સિવિલની સુવિધાઓ અપગ્રેડેશન માટે 87 કરોડ ફાળવવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે 2 હજાર 656 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 4 હજાર 353 કારોડની જોગવાઈ કરવામાં આવી છે. આ વખતેના બજેટમાં 1000 કરોડની વધારાની જોગવાઈઓ કરાઈ છે.
નાણાંમંત્રીએ કહ્યું કે, 20 સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે. આ સાથે સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા 25 કરોડ આપવામાં આવશે. નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે આ સાથે 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે. ઓછા જન્મ સાથે જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે 50 કરોડ ફાળવવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે 652 કરોડની જોગવાઈ
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે બજેટ સ્પીચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરવામાં આવી. કેવડીયાના સંકલીત વિસ્તારમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રીવર રાફ્ટીંગ,નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વિયર, હાઈ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મીનસ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જેથી બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે 652 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી.
તો અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આનાથી રાજ્યમાં પ્રવાસન વધશે અને લોકોને રોજગારી મળશે. વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના બનાવવામાં આવી છે.અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટેક્સટાઈલ પોલિસી હેઠળ ઉદ્યોગોને રૂ.1500 કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં મૂડી રોકાણ માટે 100 કરોડની જોગવાઈ કરાઇ છે.
નોંધનીય છે કે ગુજરાત પહેલું રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ એપ.માં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે.
આ યાત્રાધામોના વિકાસ માટે પણ કરાઈ જોગવાઈ
ગુજરાતના 2021-22ના બજેટમાં રાજયમાં આવેલા ધાર્મિક..ઐતિહાસિક..અને પૌરાણિક મહત્વ ધરાવતા યાત્રાધામના વિકાસ માટે સરકારે રૂ.154 કરોડની જોગવાઇની જાહેરાત કરી છે. જેમાં પાવાગઢના વિકાસ માટે રૂ.31 કરોડ, નારાયણ સરોવર-કચ્છના વિકાસ માટે રૂ.30 કરોડ, કચ્છના માતાના મઢના વિકાસ માટે રૂ..25 કરોડ તેમજ બહુચરાજીના વિકાસ માટે રૂ.10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નાણામંત્રીએ કમલમ ફ્રુટના વાવેતર માટેની પણ જોગવાઇ કરી છે. તેમણે જણાવ્યું કે, કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ખેડૂતોની માંગ બાદ રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખ્યું છે.
આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી. 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના 76 લાખ 38 હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી. તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે.
અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટેક્સટાઈલ પોલિસી હેઠળ ઉદ્યોગોને રૂ.1500 કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં મૂડી રોકાણ માટે 100 કરોડની જોગવાઈ કરાઇ છે.
શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ રૂપિયા 1461 કરોડની જોગવાઇ
સરકાર દ્વારા આગવી પહેલ કરી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ મારફત કુલ 17,86,797 યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવી છે. વૈશ્વિક કક્ષાના તેમજ ઉદ્યોગોની માંગ આધારિત કૌશલ્ય નિર્માણ માટે નાસ્મેદ, ગાંધીનગર ખાતે 20 એકરમાં પીપીપી ધોરણે ટાટા ગૃપના સહકારથી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ સ્કીલ્સનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી રાજ્યના યુવાનો માટે રોજગારીની તકો વધશે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31