GSTV
Gujarat Government Advertisement

પ્રતિબંધ/ ટ્યુશન ક્લાસિસ માત્ર ઓનલાઇન જ ચાલશે : કેસો વધતાં લેવાયો નિર્ણય, નહીં ભેગા કરી શકાય બાળકો

Last Updated on March 17, 2021 by

દેશમાં કોરોના મહામારીને કારણે ગયા વર્ષે માર્ચ મહિનાની અંદર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ હતી. લગભગ 10 મહિના સુધી ઓનલાઇન શિક્ષણ આપ્યા બાદ શૈક્ષણિક સંસ્થાનોને તબક્કાવાર ખોલવામાં આવ્યા. તે વાતને હજુ તો મહિનો પણ નથી થયો ત્યાં ફરી વખત શિક્ષણને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

શિક્ષણને કોરોનાનું ગ્રહણ લાગ્યું

ગુજરાતમાં કોરોના કેસમાં થઇ રહેલા વધારાને લઇને વિવિધ પ્રતિબંધો લાગી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ શિક્ષણને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. સુરત મનપાએ કરેલા નિર્ણય પ્રમાણે હવે શહેરમાં ટ્યુશન ક્લાસિસ માત્ર ઓનલાઇન જ ચાલશે. ઓફલાઇન ટ્યુશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મોડી રાત્રે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ માટે એક જાહેરનામું બહાર પાડ્યું

સુરત મહાનગરપાલિકાએ મોડી રાત્રે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મહાનગરપાલિકાએ બહાર પડેલા આ જાહેરનામામાં જણાવાયું છે કે, સુરતમાં વધતા જતા કોરાના કેસના કારણે કેટલીક ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી રહી છે. જેમાં સરકારના આદેશ પ્રમાણે આગામી 7 દિવસ માટે સુરત શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ માટે ઓનલાઇન ચાલી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે એપેડેમીક એકટ હેઠળ પગલાં ભરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33