Last Updated on March 21, 2021 by
ગુજરાતમાં માસ્ક ન પહેરવા પર સરકારના આદેશ મુજબ પોલીસ દ્વારા લોકોને મસમોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જેમાં માસ્ક ન પહેરવા મામલે તેમજ નાઇટ કર્ફ્યુનું ઉલ્લંઘન કરવું ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જેવી બાબતોમાં પોલીસ અને જનતા વચ્ચે માથાકૂટના દ્રશ્યો સર્જાયા હોય. ત્યારે પ્રાંતિજમાં પણ માસ્કને લઇને મોટા પાયે માથાકૂટ થઇ હોવાંની ઘટના સામે આવી છે. પ્રાંતિજમાં માસ્ક પહેર્યા વગર ફરતા દુકાનદારને મેમો આપતા દુકાનદારે વિરોધ કર્યો. દુકાનદારે અન્ય લોકોને પણ માસ્ક કાઢી નાખવા જણાવ્યું હતું. જેથી પોલીસે સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાનો ગુનો નોંધીને તે શખ્સ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સરકાર દ્વારા કોવિડ 19ની યોગ્ય ગાઇડલાઇન પણ બહાર પડાઇ છે
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિશ્વસ્તરે વ્યાપી ગઇ છે. ત્યારે તેનાથી બચવા માટે સરકાર દ્વારા કોવિડ 19ની યોગ્ય ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત તમામ નાગરિકોએ ફરજિયાત માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવાના આદેશ અપાયા છે. ખુદ પીએમ મોદીએ પણ કોરોનાની પહેલી લહેર આવી હતી ત્યારથી દેશની જનતાને માસ્ક પહેરવા માટે જણાવ્યું હતું અને કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ વારંવાર હાથ ધોવાની અપીલ કરી હતી. પરંતુ જેવા કોરોનાના કેસ ઓછાં થતા ગયા તેમ આ નિયમો પણ લોકોને ભુલાઈ ગયાં હતાં.
અનેક કાર્યક્રમોમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ઉલાળીયો થયો હતો
તો બીજી તરફ રાજ્યમાં વિવિધ રાજકીય પક્ષોની રેલીમાં તથા રાજકીય આગેવાનોના લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમોમાં નેતાઓએ પણ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ઉલાળીયો કર્યો હતો. જો કે, હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થયો છે. વારંવાર સીએમ રૂપાણી, ડે.સીએમ નિતીન પટેલ સહિતના આગેવાનો તથા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી રહ્યાં છે. પરંતુ કેટલાંક લોકો આ વાતને ગણકારતા જ ન હોય તેવું આ ઘટના જોઇને લાગી રહ્યું છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31