Last Updated on February 26, 2021 by
સોશ્યલ મીડિયા અને OTT પ્લેટફોર્મની ગાઈડલાઈન પર કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, અમે તમામ સ્ટેકહોલ્ડરને એક સમાન અઘિકાર દેવા માંગીએ છીએ. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ફિલ્મ અને ટીવી માટે રેગુલેશનબોડી છે તો OTT માટે કેમ ન બની શકે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમે OTT પ્લેટફોર્મ માટે સેન્સર સર્ટિફિકેટ અનિવાર્ય કર્યું છે, અમે ઓ સેલ્ફ રેગ્યુલેશનની વાત કરી રહ્યા છે. OTT પ્લેટફોર્મે પોતે જણાવવાનું રહેશે કે ફિલ્મ કઈ કેટેગરીની છે, સાથે જ તેમણે એ પણ જણાવવાની છે કે એ કેટેગરીના કન્ટેન્ટ માટે કયા પેરેન્ટલ કન્ટ્રોલ છે અને કોઈ પણ વસ્તુનો ખોટો ઉપયોગ ન થાય.
જાવડેકરે કહ્યું કે OTT પ્લેટફોર્મએ પોતાના કન્ટેન્ટ પોતે કેટેગરાઈઝ કરવા પડશે. એના માટે તેમને કન્ટેન્ટ માટે સ્પષ્ટ રીતે ઘોષણા કરવી પડશે કે કયો કન્ટેન્ટ U (યુનિવર્સલ), U/A 7+ (વર્ષ), U/A 13+, U/A 16+ છે અને કયો A (એડલ્ટ માટે) છે. પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, થિયેટરમાં તમે બાળકોને એડલ્ટ ફિલ્મ જોવાથી રોકી શકો છો તેવી જ રીતે OTT પ્લેટફોર્મે વ્યવસ્થા કરવી પડશે. તેમણે એ પણ કહ્યુ કે, ગઈકાલે અમે જેવી ગાઈડલાઈનનું એલાન કર્યુ તેવુ જ દેશ જ નહિ દુનિયાભરમાંથી અમારી પાસે અમને અભિનંદન પાઠવવાના મેસેજ આવ્યા. લોકો આ વાતના વખાણ કરી રહ્યા છે.
સરકારની ટીકા કરનારા કંટેટ પર રોક લગાવાની કોશિશના સવાલો પર પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, અમે સેંસર નથી લગાવી રહ્યા, પણ તેની પાસેથી જાણકારી માંગી રહ્યા છીએ. અમે તો કહીએ છીએ કે, OTT સેલ્ફ રેગુલેશન બોડી, જેમ કે, ટીવી ચેનલોએ રિટાયર જસ્ટિટની લીડમાં 6 સભ્યોની કમીટી બનાવી છે.
OTT પ્લેટફોર્મે ટીવી ચેનલોના એથિક્સ ફોલો કરવા પડશે.
તેમજ પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, અમે કોઈ કાયદામાં ફેરફાર કર્યો નથી. અમારી પાસે પહેલાથી જ ઓથોરિટી છે કે OTT પ્લેટફોર્મ માટે ગાઈડલાઈન જારી કરી શકીએ. અમે OTT પ્લેટફોર્મ સાથે સલાહ-સૂચન કર્યા બાદ જ નવી ગાઈડલાઈન બનાવી છે. અમે પહેલા જ OTT પ્લેટફોર્મને કહ્યુ હતું કે, તમે સેલ્ફ રેગુલેશન બનાવો, પરંતુ તેઓએ ન બનાવ્યું.
પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, એકવાર મેં એક OTT શૉમાં જોયુ કે, કેરેકટર ગાળો પર ગાળો આપી રહ્યો હતો, તે પાત્રએ એક 5 વર્ષની દીકરીને પણ ગાળો ભાંડી, જો આ OTT પ્લેટફોર્મનું કંટેટ છે તો તેને ફિકસ કરવું પડશે. અમે સેંસર નથી કરી રહ્યા પરંતુ OTT પ્લેટફોર્મે ટીવી ચેનલોના એથિક્સ ફોલો કરવા પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31