Last Updated on February 25, 2021 by
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તે ખેડૂતો માટે વધુ ફાયદાકારક છે જેમનો પ્રાકૃતિક પાક આપત્તિના કરણે નષ્ટ થઈ જતો હોય. આ યોજના પ્રીમિયમનો ભાર ઓછો કરવામાં મદદ કરશે. જે ખેડૂતો પોતાની ખેતી માટે ઋણ લેતા હોય અને ખરાબ વાતાવરણથી પાકને થતા નુકસાનથી બચાવશે. આ યોજના ભારતના દરેક રાજ્યમાં સંબંધિત રાજ્ય સરકારો સાથે મળીને લાગૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખાદ્ય પાક, તેલિબીયા, વાર્ષિક વાણીજ્ય/ વાર્ષિક વાવણીનો પાક કવરેજ કરવામાં આવશે.
યોજનાના મુખ્ય આકર્ષણ
ખેડૂતોના તમામ ખરીફ પાકો માટે માત્ર 2 % અને તમામ રબી પાકો માટે 1.5 %નું એકસમાન પ્રીમિયમની ચૂકવણી કરવી છે. વાણીજ્ય અને વાવણીના પાકના મામલામાં પ્રીમિયમ 5 % હશે. બાકીનાં પ્રીમિયમની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. જેથી કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક વિપત્તીમાં પાકના નુકસાન માટે ખેડૂતોને પૂર્ણ વિમાની રકમ પ્રદાન કરવામાં આવશે. આ પહેલા પ્રીમિયમ દર પર કેપિંગને પ્રાવધાન હતું. જેનાથી ખેડૂતોને ઓછા દેવાની ચુકવણી હોય છે.
યોજનાનો હેતુ
પ્રાકૃતિક વિપત્તીઓ, કિટાણુ અને રોગોના પરિણામસ્વરૂપ અધિસૂચિત પાકમાંથી કોઈની વિફલતાની સ્થિતિમાં ખેડૂતોને વીમા કવરેજ અને નાણાંકિય સહાયતા પ્રદાન કરવું. કૃષિમાં ખેડૂતોની સતત પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તેમની આવકને સ્થાયિત્વ આપવું. ખેડૂતોને ખેતીમાં નવાચાર અને આધુનિક પદ્ધતિઓને અપનાવવા માટે પ્રોત્સાહન કરવા તથા ખેતી ક્ષેત્રમાં ઋણના પ્રવાહને સુનિશ્ચિત કરવી.
ખેડૂતોનું કવરેજ
અધિસૂચિત ક્ષેત્રમાં અધિસૂચિત પાક ઉગાળનાર પટ્ટેદાર/જોતદાર ખેડૂતો સહિત તમામ ખેડૂતો માટે પાત્ર છે. અનિવાર્ય ઘટક વિત્તિય સંસ્થાઓથી અધિસૂચિત પાક માટે સિઝનલ ખેતી કાર્યો ટે ઋણ લેનાર તમામ ખેડૂત પાત્ર હશે. સ્વૈચ્છિક ઘટક ગેર ઋણી ખેડૂતો માટે આ યોજના વૈકલ્પિક હશે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતી/ અનુસૂચિત જનજાતિ/ મહિલા ખેડૂતોની અધિકતમ કવરેજ સુનિશ્ચિત કરવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવશે. આ હેઠળ બજેટ આવેદન અને ઉપયોગ સંબંધિત રાજ્યના અનુસૂચિત જાતી/ અનુસૂચિત જનજાતી/ સામાન્ય વર્ગ દ્વારા ભૂમિ ભૂમિ-ધારણના અનુપાતમાં હશે.
જોખમનું કવરેજ
વાવણીમાં રોક સંબંધિત જોખમ – વીમાધારક ક્ષેત્રમાં ઓછા વરસાદ અથવા પ્રતિકૂળ વાતાવરણની પરિસ્થિતિઓના કારણે વાવણી / રોપાણમાં અવરોધ થવા પર.
ઉભો પાક – રોકી ન શકાય તેવા જોખમ જેવા કે સુકો, અકાળ, અતિવૃષ્ટિ, પૂર, કીટાણુ અને રોગ, ભૂસ્ખલન આગ- વીજળી, તોફાન, ચક્રવાત, વાવાઝોડું, ટેમ્પેસ્ટ, તોફાન અને બવંડર વગેરે કારણે પાકને નુકસાન થવા પર.
કાપણી ઉપરાંત નુકસાન – પાકની કાપણી બાદ ચક્રવાત, ચક્રવાતી વરસાદ અને માવઠું જેવા વિશિષ્ટ ખતરાઓથી ઉત્પન્ન થયેલ કાપણીથી વધુ બે સપ્તાહની અવધિ માટે કવરેજ ઉપલબ્ધ છે.
ક્યા ડોક્યુમેન્ટ્સની છે જરૂરત ?
ખેડૂતનો એક ફોટો, ખેડૂત ID કાર્ડ, એડ્રેસ પ્રૂફ જો ખેતર તમારું પોતાનું હોય તો તેનો ખાતા નંબર પેપર સાથે રાખવો. ખેતરમાં પાકની વાવણી થઈ છે તેની સાબિતી રજૂ કરવાની રહેશે. આ સાબિતી તરીકે ખેડૂતે પટવારી, સરપંચ, પ્રધાન જેવા લોકોના એક પત્ર લખાવી શકે છે. જો ખેતર ભાડે લઈને વાવણી કરવામાં આવી હોય તો ખેતરના માલિક સાથે કરારની કોપી અને ફોટોકોપી જરૂર લઈ જવી. આ સાથે જ ખેતના ખાતા નંબર તરીકે સ્પષ્ટ રીતે લખ્યું હોવું જોઈએ. પાકને નુકસાન થવાની સ્થિતિમાં પૈસા સીધા તમારા બેંક અકાઉન્ટમાં મેળવવા માટે એક રદ્દ ચેક લગાવવો જરૂરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31