GSTV
Gujarat Government Advertisement

ફાયદો/ સરકારની આ યોજના અંતર્ગત સગર્ભા માતાઓને થશે વધુ લાભ, રૂ. 66 કરોડની કરાઇ જોગવાઇ

Last Updated on March 17, 2021 by

ગુજરાતની દરેક સગર્ભા માતાના મુખ પર હવે સ્મિત જોવા મળે છે. કારણ કે, સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાથી ઉત્તમ સારવારની સાથે બાળકના ઉછેર માટે સારી સહાય પણ મળી રહી છે. તેવામાં હજુ વધુ સારી સુવિધા અને સારવાર મળી રહે તે માટે સરકારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે 66 કરોડની જોગવાઈ કરી છે. જેનાથી રાજ્યની તમામ સગર્ભા માતાઓને ફાયદો થશે.

રાજ્યમાં સગર્ભા મહિલાને શારીરિક વિકાસ માટે અપાય છે રૂ. 5 હજાર

રાજ્યમાં સગર્ભા મહિલાને પ્રસુતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ ૫ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલાને નોંધણી સમયે પ્રથમ હપ્તો રૂ. 1 હજાર આપવામાં આવે છે.

ગર્ભ રહ્યાંના છ માસ બાદ તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તાના ૨ હજાર રૂપિયા આપવામાં આવે છે. બાળકના જન્મ બાદ બાળકને બી.સી.જી, ઓરલ પોલીયો વેક્સીન, ડી.પી.ટી અને હિપેટાઈટિસ-બી જેવી તમામ પ્રકારની રસી આપ્યાં બાદ ત્રીજા હપ્તાના રૂપિયા 2 હજાર ચૂકવવામાં આવે છે.

સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે અપાય છે

આ સાથે દવાખાનામાં પ્રસૂતિ કરાવનાર મહિલાને ‘જનની સુરક્ષા યોજના’ હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવી હશે તો એ રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે આપવામાં આવે છે. જે ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ અનુસાર અપાય છે કે જે કુલ મળીને 6 હજાર રૂપિયા થાય છે.

રાજ્યની દરેક સગર્ભા માતાઓને સારી સુવિધા તેમજ બાળકના જન્મ બાદ પણ બાળક અને માતાને સારી સુવિધા અને સારવાર મળી રહે તે માટે સરકાર હંમેશાથી ચિંતા કરતી આવી છે. તેના કારણે આજે રાજ્યમાં સગર્ભા માતાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સારી સુવિધા અને સારવાર મળી રહે છે. ત્યારે સરકાર દ્વારા સગર્ભા માતાઓને આપવામાં આવતી સારવારથી તેઓ વધુ ખુશ છે અને સરકારનો આભાર પણ તેઓ વ્યકત કરી રહ્યાં છે.

માતા અને બાળકને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા ‘ખિલખિલાટ એમ્બ્યુલન્સ વાન’ પણ શરૂ

સગર્ભા માતાઓ પ્રત્યેના રાજ્ય સરકારના સારા અભિગમને લઈ સરકારે ડિલિવરી બાદ પણ સારી સુવિધાઓ આપી છે. પ્રસૂતિ બાદ રાજ્ય સરકાર દ્વારા માતા અને બાળકને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા તેમજ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લાવવા માટે ‘ખિલખિલાટ એમ્બ્યુલન્સ વાન’ પણ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ખૂબ જ સારી એવી સારવાર અને સુવિધાઓ સગર્ભા માતાઓને મળી રહે છે. એટલું જ નહીં પરંતુ આ યોજનાથી આજે ઝડપી સારવાર અને પ્રસૂતિ બાદ મહિલાઓ સુરક્ષિત પણ રહી શકે છે.

‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ના હેતુઓ વિશે વાત કરીએ તો પ્રથમ બાળકોનો જન્મ આપનારી માતાને પ્રસુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય અને આરામ કરે એ હેતુસર તેને મળનાર મજૂરીની કમાણી જેટલાં નાણાં સરકાર તરફથી વળતર રૂપે રોકડમાં આપવામાં આવે છે.

રાજ્ય સરકારના આ અભિગમથી આજે અનેક મહિલાઓને લાભ મળી રહ્યો છે

સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને રોકડમાં મજૂરી જેટલાં નાણાં મળી જવાથી તેને જરૂરી આરામ પણ મળી રહે છે, પરિણામે પોતાનો અને બાળકનો શારીરિક વિકાસ થઇ શકે છે. રાજ્ય સરકારના આ અભિગમથી આજે અનેક મહિલાઓને લાભ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે 66 કરોડની જોગવાઈ કરાઇ છે જેનાથી રાજ્યની તમામ સગર્ભા માતાઓને ફાયદો થશે. ત્યારે સરકારનો આ નવતર અભિગમ તેમજ સગર્ભા માતાઓ માટેની ચિંતા અને લાગણી એ બિરદાવવા લાયક છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33