Last Updated on March 26, 2021 by
ડિજિટલ ઇન્ડિયાના ગાળામાં પોસ્ટ ઓફિસ પણ સતત અપડેટ થઇ રહ્યું છે. હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક(IPPB) મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે જેનાથી રોકાણકારો પોસ્ટ ઓફિસ જવા વગર ખાતું ખોલાવી શકે છે. એવામાં જો તમે પોતાની કમાણી વધારવા માંગો છો તો લેટ કર્યા વગર પોસ્ટ ઓફિસની આ માસિક આવક યોજનામાં રોકાણ કરી શકો છો.
પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના
પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં ખુબ સારું રિટર્ન મળે છે. જો કોઈ રોકાણકારે આ સ્કીમમાં Joint Account ખોલાવ્યું છે અને એમાં 9 લાખ રૂપિયા જમા કરી દીધા છે તો તમને દર મહિને 4950 રૂપિયાની કમાણી શકો છો. મૂળધન પર વાર્ષિક વ્યાજ 6.6%ના દરથી 59,400 રૂપિયા થાય છે. આ રીતે તમારા વ્યાજની માસિક રકમ 4950 રૂપિયા થાય છે, જેને તમે દર મહિને લઇ શકો છો. જો રકમ તમને દર મહિને મળશે તે માત્ર વ્યાજની રકમ હશે અને તમારું મૂળધન એમનું એમ જ રહેશે. જેનાથી તમે Maturity થયા પછી ઉપાડી શકો છો.
વધારી શકો છો રોકાણની રકમ
4,950 રૂપિયાનું વાર્ષિક વ્યાજ તમને 5 વર્ષની મેચ્યોરિટીના હિસાબે મળશે. તમે ઈચ્છો તો મેચ્યોરિટીને આગળ વધારી શકો છો. આ સ્કીમ હેઠળ તમે માત્ર 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો. જો તમે સિંગલ એકાઉન્ટ ખોલાવો છો તો મહત્તમ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. તેમજ જો તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો તો તમને મહત્તમ 9 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
કોના નામ પર ખોલી શકાય છે એકાઉન્ટ
- કોઈ પણ વ્યક્તિ જે 18 વર્ષથી ઉપરનો હોય
- એક ખાતા પર એક સાથે માત્ર 2 નામ સામેલ થઇ શકે છે
- 10 વર્ષથી ઉપરના બાળકોના નામે પણ ખોલાવી શકાય છે એકાઉન્ટ
- 10 વર્ષથી વધુ ઉપરના બાળક માટે વાલીઓ પોતાના નામ પર ખાતું ખોલાવી શકે છે.
પોસ્ટ ઓફિસમાં ઘરે બેસી ખાતું ખોલવાની પ્રક્રિયા
- પોતાના મોબાઈલ ફોનમાં IPPB મોબાઈલ બેન્કિંગ એપ ડાઉનલોડ કરો
- IPPB મોબાઈલ બેન્કિંગ એપને ઓપન કરી ‘Open Account’ પર ક્લિક કરો
- પોતાનો પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે
- રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે
- પોતાની માતાનું નામ, શૈક્ષણિક લાયકાત, સરનામું અને નોમિનીની જાણકારી આપો
- તમામ જાણકારી દાખલ કર્યા પછી સબમિટ પર ક્લિક કરો
- ડિજિટલ સેવિંગ એકાઉન્ટ માત્ર એક વર્ષ માટે જ માન્ય હોય છે.
- એક વર્ષની અંદર બાયોમેટ્રિક પ્રમાણીકરણ પૂરું કર્યા પછી નિયમિત બચત ખાતું ખુલી જશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31