Last Updated on March 10, 2021 by
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોનો સિલસિલો રોકાઈ ગયો છે. વચ્ચે એક પખવાડિયું એવું આવ્યું હતું કે, દરરોજ જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા હતા અને પેટ્રોલના ભાવે તો પહેલી વાર સો રૂપિયા પ્રતિ લિટરનો આંક વટાવી દીધો હતો. હવે છેલ્લા અઠવાડિયાથી ભાવો સ્થિર થઈ ગયા છે.
સો રૂપિયા પ્રતિ લિટરનો આંક વટાવી દીધો હતો. હવે છેલ્લા અઠવાડિયાથી ભાવો સ્થિર થઈ ગયા
સરકારી સૂત્રોનું કહેવું છે કે, મોદી સરકારે ઓઈલ કંપનીઓને પાંચ રાજ્યોની ચૂંટણી ના પતે ત્યાં સુધી ભાવો નહીં વધારવા પણ ફરમાન કરી દીધું છે તેથી મે મહિનો શરૂ થાય ત્યાં સુધી ભાવ નહીં વધે.
મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરા હેઠળ લાવવા પણ વિચારી રહી છે. રાજ્યોએ તેના કારણે થનારું નુકસાન કેન્દ્ર સરકાર સરભર કરી આપે તો તૈયારી બતાવી છે. મોદી સરકાર તેના માટે તૈયાર નહોતી પણ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પર તેની નજર છે. ભાજપ માટે બંગાળ અને આસામ એ બે રાજ્યો મહત્વનાં છે. આ બે રાજ્યોમાં ભાજપ માટે પરિણામો ખરાબ આવશે તો મોદી સરકાર ખોટ ખાઈને પણ પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવી દેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31