Last Updated on March 5, 2021 by
અમદાવાદ શહેરમાં સરદારનગર, કુબેરનગર અને નરોડા પાટિયા વિસ્તારમાં વ્યાપક બની રહેલા ગુંડારાજ અને દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવનારાઓ દ્વારા વેપારીઓની કરવામાં આવતી કનડગત સામે ફરિયાદ નોંધાવવા માટે અને ત્રણ દિવસ પૂર્વે એક વેપારીની પોલીસ દ્વારા કરવામાં આવેલી મારપીટને સામે વિરોધ નોંધાવવા આ વિસ્તારના વેપારીઓએ આજે એક દિવસનો સફળ બંધ પાડયો હતો.
વેપારીઓએ આજે એક દિવસનો સફળ બંધ પાડયો
વેપારીને પોલીસે નાની અમથી બાબતમાં માર મારવાને મામલે ચર્ચા કરી વેપારીઓની ફરિયાદ નિવારવા માટે જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારે આજે વેપારીઓ સાથે બેઠક પણ કરી હતી અને વેપારીઓની તકલીફો દૂર કરવા માટે રોજ એક કલાક માટે દસથી પંદર દિવસ સુધી આ વિસ્તારનો રાઉન્ડ લેવાની ખાતરી પણ આપી હતી.
આ વિસ્તારનો રાઉન્ડ લેવાની ખાતરી પણ આપી
ગુંડારાજ સામે વિરોધ કરવા માટેના આજના બંધમાં અંદાજે 3500થી વધુ દુકાનદારો જોડાયા હ તા. વેપારીઓએ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરી હતી કે વેપારી પાસેનું ડિજિટલ લાઈસન્સ ન ચાલે તે બાબતે બોલાચાલી થતાં વેપારીને પોલીસે માર માર્યોો હતો. કુબરનગર રેલવે ક્રોસિંગ પાસે આ ઘટના બની હતી. પોલીસના આ વલણથી ક્રોધે ભરાયેલા વેપારીઓએ બંને પોલીસને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. તેની સામે જોઈન્ટ પોલીસ કમિશનરે એક અઠવાડિયામાં આ અંગે તપાસ પૂરી કરીને યોગ્ય જણાય તો પોલીસ કર્માચારીઓ સામે પગલાં લેવાની ખાતરી આપી હતી. તેમની બાંયધરી મળતા વેપારીઓ ટાઢા પડયા હતા.
તેમની બાંયધરી મળતા વેપારીઓ ટાઢા પડયા
વેપારીઓએ ફરિયાદ કરી હતી કે બજારમાં ખરીદી કરવા માટે આવતી મહિલાઓનો માસ્ક જરાક નીચે સરકી જાય તો પણ પોલીસ તેમને રૂા. 500-1000નો દંડ કરી દેતી હોવાથી મહિલાઓ પણ પરેશાન થઈ ગઈ છે. આ વિસ્તારમાં ફરતાં રહેતા ગુંડાઓ બજારમાં આવતી મહિલાઓની ચેઈન તોડી જતાં હોવાથી મહિલાઓની સલામતી નથી. ચેઈન તોડી જનારાઓની ગેન્ગ સામે પોલીસની જોઈએ તેવી સક્રિયતા ન હોવાથી પણ મહિલાઓ બજારમાં આવતા ગભરાતી હોવાથી તેમના ધંધા પર અસર પડી રહી હોવાનું વેપારીઓનું કહેવું છે.
આ વિસ્તારમાં ફરતાં રહેતા ગુંડાઓ બજારમાં આવતી મહિલાઓની ચેઈન તોડી જતાં
બીજું, આ વિસ્તારમાં અસામાજિક તત્વો ભર બજારમાં ભારે ઝડપથી મોટા મોટા હોર્ન મારીને તેમની ગાડી ચલાવતા હોવાથી મહિલાઓને બજારમાં ખરીદી કરવા માટે આમથી તેમ ફરવામાં ડર લાગી રહ્યો છે. આ તત્વોને અંકુશમાં લેવાની કામગીરી પોલીસ બરાબર કરતી ન હોવાથી તેમના ધંધા પર અસર પડી રહી હોવાનું છૂટક વેપારીઓના એસોસિયેશનના પ્રમુખનું કહેવું છે.
તદુપરાંત આ વિસ્તારમાં દારૂનો ધંધો કરનારાઓ તેમના દારૂના પાઉચ ભરેલા કાર્ટૂન મૂતરડીમા સંતાડી રાખતા હોવાથી ઇમરજન્સીમાં મહિલાઓ કુદરતી હાજતે પણ જઈ શકતી નથી. અસામાજિક તત્વો મહિલાઓના પર્સ તફડાવી લેતા હોવાની પણ તેમની ફરિયાદ છે. આજે યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય બલરામ થાવાણી, જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર-2 ગૌતમ પરમાર, પોલીસ અધિકારી રાજેશ ઘડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકી પણ હાજર રહ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31