Last Updated on March 23, 2021 by
ભૂલવા જેવા કોરોના યરને રિવાઈન્ડ કરવામાં આવે તો પોલીસને દંડાવાળીથી દંડવાળી કર્યાની સફળ યાદ આવી જાય છે. હવે, કોરોના વેક્સિન લઈ ચૂકેલાં પોલીસ અિધકારીઓ અને કર્મચારીઓ કોરોના અંગેની ચર્ચા કરે છે અને વિતેલા વર્ષ દરમિયાનની ગતિવિિધઓ યાદ કરે છે. વર્ષ 2020ની તા. 22 માર્ચે જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો ત્યાર પછી લોકડાઉનની સિૃથતિએ લોકોને વિહવળ બનાવી દીધાં હતાં. એ સમયે બંિધયારપણું અનુભવતાં લોકો પર પોલીસે અનેક જગ્યાએ દંડાવાળી કરવી પડી હોય તેવા કિસ્સા વિવાદી બન્યાં હતાં. લોકોની માનસિક સ્થિતિ જોતાં પોલીસને કાયદાનુસાર કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો.
લોકોની માનસિક સ્થિતિ જોતાં પોલીસને કાયદાનુસાર કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો
દંડાવાળી ભૂલીને પોલીસે દંડવાળી કરવાની કડક અમલવારી શરૂ કરી. કોરોનામાં દંડાવાળીથી પોલીસે શરૂ કરેલી સફર અત્યારે દંડવસૂલાત પર કેન્દ્રિત છે. તિજોરીમાં 115 કરોડની ધરખમ આવક થઈ તેનાથી સરકારને હાશ છે. હવે, દંડનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. કોરોનાને સહુ કોઈ ભૂલવા માગે છે તેમાં કદાચિત પોલીસ તંત્ર અગ્રેસર હશે. વિતેલા કોરોના યરની સફરને યાદ કરતાં અનેક પોલીસ અિધકારી વિચારમગ્ન થઈ જાય છે. અમદાવાદમાંં કુલ 700થી વધુ પોલીસ કર્મચારીને કોરોનાની અસર પહોંચી હતી.
અમદાવાદમાંં કુલ 700થી વધુ પોલીસ કર્મચારીને કોરોનાની અસર પહોંચી
પણ, અગણિત પોલીસ કર્મચારી એવા હતાં કે જે કોરોના ફોબિયાથી પિડાઈ રહ્યાં હતાં. જો કે, કોરોના વેક્સિનેશન પછી ખાખી વર્દીની ખુમારી કોરોના સામે ફરી જાગી છે. વર્ષ 2020ના માર્ચ મહિનામાં કોરોનાનો આરંભ થયો તેવા તબક્કે અચાનક જ જે ખાસ કામગીરી સોંપાઈ તેના માટે પોલીસ તૈયાર નહોતી. વર્ષ 2020ની 22 માર્ચથી જનતા કર્ફ્યૂ લદાયો તેની અમલવારી પોલીસ માટે આસાન નહોતી. શહેરના પૂર્વ અને કોટ વિસ્તારમાં કોરોનાનું સ્વરૂપ વિકરાળ જણાતું હતું અને પશ્ચિમ વિસ્તારને વિખૂટો પાડી દેવામાં આવ્યો. આ માટે આખા શહેરમાં નાકાબંધી કરવામાં આવી.
આ ઉપરાંત, કોઈ વ્યક્તિ પોતાના વિસ્તારમાંથી બહાર ન નીકળે તે માટે નાકાબંધી કરવામાં આવી.અનેક સૃથળે પોલીસે દંડાવાળી કરી સિૃથતિ સંભાળવાનો વખત આવ્યો હતો. એકાદ મહિના પછી બેરોજગારીની ઘેરી અસર દેખાવી શરૂ થઈ અને કડક બની રહેલી પોલીસની દંડાવાળી વિવાદનું કેન્દ્ર બની હતી.
કોરોના અટકાવવા માટે દંડાવાળી કરવા માટે પોલીસે લોકો વચ્ચે રહેવું પડતું હતું. પોલીસમાં કોરોનાના કેસ શરૂ થતાં પોલીસની કામગીરી શિિથલ પડતી જણાઈ હતી. પણ ઉચ્ચ સ્તરેથી દંડવાળી કરવા કરતાં દંડ વસૂલાત કરવા માટે કડક વલણ અખત્યાર કરવા સૂચનાઓ જારી કરવામાં આવતાં લોકો વચ્ચે રોડ પર કામ કરી રહેલી પોલીસે રાહત અનુભવી હતી. હાઈકોર્ટની તાકીદથી દંડની રકમ વધારીને 500, 1000 રૂપિયા કરવામાં આવ્યો અને કોરોના અટકાવવા માટે પોલીસે દંડ વસૂલાત કડક બનાવી હતી. ધરખમ દંડની વસૂલાત કરતી પોલીસ સાથે લોકો દુર્વ્યવહાર અને હુમલાના બનાવોમાં ઉછાળો આવ્યો હતો. પણ, લોકડાઉન હળવું થયાં પછી ધંધા-રોજગાર શરૂ થયાં. દિવાળીના તહેવારો દરમિયાન હળવાશ પછી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો.
લોકોને કોરોનાની ગંભીરતા સમજાતી થઈ અને માસ્કના વિકલ્પને અપનાવી લેતાં પોલીસને દંડ વસૂલાત આસાન બની ગઈ છે. દંડાવાળી કરતાં દંડવાળી અસરકારક બની ગઈ અને ધંધા-રોજગારના કરવેરા વગર રણકાર વગરની બની રહેલી સરકારી તિજોરીમાં દંડના 115 કરોડની રકમ જાણે ઓક્સિજન જેવી લાગવા લાગી છે.
કોરોનાની માફક જ કોરોના-દંડને હવે લોકોએ સાહજીક રીતે સ્વિકારી લીધો છે. એટલે જ, ચૂંટણી પછી કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે તે સાથે પોલીસ પણ દંડ વસૂલાત માટે ફરી સક્રિય બની છે. કોરોના, માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડીસ્ટન્સ હવે સામાન્ય જીંદગીના અભિન્ન અંગ બન્યાં છે. આ જ રીતે પોલીસનો કોરોના દંડ પણ જનજીવનનો હિસ્સો બન્યો છે.
અમદાવાદમાં જ 55000 લોકોની અટકાયત, 32 કરોડ દંડ
કોરોનાની મહત્તમ અસર અમદાવાદમાં વરતાતી રહી છે ત્યારે દંડ વસૂલાત અને દંડસંહિતાના પાલનમાં પણ પોલીસ વધુ આકરા મિજાજ સાથે આગળ વધી રહી છે. અમદાવાદમાં જ પોલીસ અત્યાર સુધીમાં 46000થી વધુ લોકો સામે લોકડાઉન અને જાહેરનામા ભંગ સહિતના ગુના નોંધીને 55000થી વધુ લોકો સામે અટકાયતી કાર્યવાહી કરી ચૂકી છે. અમદાવાદ શહેરમાં કોરોના યર દરમિયાન અત્યાર સુધીમાં કુલ 51000થી વધુ લોકો પાસેથી પોલીસ 32 કરોડ રૂપિયાની વધુનો લોકડાઉન અને જાહેરનામા ભંગ, માસ્ક, જાહેરમાં થૂંકવા સહિતના નિયમભંગ બદલ દંડ વસૂલી ચૂકી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31