GSTV
Gujarat Government Advertisement

સસ્તા ઘર ઉપલબ્ધ કરાવતી PMAY યોજના અંગે લોકોમાં જાગૃતિનો અભાવ, જાણો શું છે આ સ્કિમ

PMAY

Last Updated on April 4, 2021 by

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મળતા લાભો અંગે લોકો વચ્ચે જાગરૂકતાનો અભાવ છે. સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં યોજનાના લાભો આગળ વધાર્યા છે, તેમ છતાંય ઘર ખરીદી રહેલા 46 ટકાથી વધુ લોકોને તેના હેઠળ મળતા લાભોની જાણકારી નથી. આ અંગેની જાણકારી એક સર્વેમાં બહાર આવી છે. ગુરુગ્રામ સ્થિત એક સ્ટાર્ટઅપ, બેઝિક હોમ લોને આ સર્વે કર્યો છે, જેમાં ગત નવ મહિના દરમિયાન સસ્તા મકાનની શ્રેણી હેઠળ લોન લેનારા એક હજાર લોકોને PMAY યોજનાના લાભોને લઇ પ્રશ્નો કર્યા.

PMAY

સર્વેમાં 17 ટકાથી ઓછા લોકોને જ જાણકારી હતી કે PMAY યોજના હેઠળ મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની સબ્સિડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. માત્ર 48 ટકા લોકોને જ જાણ હતી કે આર્થિક રીતે નબળાં અને ન્યૂનતમ આવક વર્ગ (LIG)ના લોકો જ આ યોજના દ્વારા ઘર ખરીદી શકે છે.

37 ટકા લોકોને જાણકારી છે

બેઝિક હોમ લોન્સ, મધ્યમ અને ન્યૂનતમ આવકવાળા પરિવારોને બેન્કોના ધક્કા ખાધા વગર ઘરે બેઠા હોમ લોન ઉપલબ્ધ કરાવે છે, તેના માટે તેઓ કોઇ પણ પ્રકારની ફી વસૂલતા નથી. આ એક ફાઇનાન્સિયલ ટેક્નોલોજીકલ સ્ટાર્ટઅપ છે. કંપની 16 બેન્કો સાથે ટાઇઅપ ધરાવે છે, સ્ટાર્ટઅપનું કહેવું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોનની ચુકવણીની મહત્તમ સમય મર્યાદા અંગે 37 ટકા લોકોને ખ્યાલ છે. મોટાભાગના લોકોએ 30 વર્ષમાં લોનની ચુકવણી કરવાની છે, એમ જણાવ્યું. જોકે લોનની ચુકવણીની મહત્તમ સમય મર્યાદા 20 વર્ષની છે.

6 વર્ષ પહેલા શરૂ થઈ હતી યોજના

બેઝિક હોમ લોન્સના સીઈઓ અતુલ મોંગાએ જણાવ્યું કે PMAY હેઠળ લાયક લાભાર્થીઓને યોજાનાનો લાભ આપમેળે મળવો જોઇએ. લાભાર્થીઓને તેનો લાભ લેવા માટે નવી અરજીની પ્રક્રિયામાંથી પસાર ના થવું જોઇએ. યોજના 6 વર્ષ પહેલા શરૂ થઈ હતી. તેમ છતાંય તેમાં વધુ બે શ્રેણીઓને સામેલ કરાઈ છે, તો પણ લાયક લોકોમાં યોજનાની પ્રાથમિક જાણકારીનો અભાવ છે. એવી પરિસ્થિતિમાં સરકાર અને તેનાથી સંબંધિત તમામ સંસ્થાઓએ તેના અંગે જાગરૂકતા વધારવાની જવાબદારી ઉપાડવી જોઇએ.

સર્વે મુજબ PMAY યોજનાના 2021ના નવા સંસ્કરણમાં કેટલાક નવા ફિચર એડ કરવામાં આવ્યા છે. તેમાં મધ્યમ આવક વર્ગ (MIG-1) અને MIG- 2ને યોજનાનો લાભ 31 માર્ચ 2021 સુધી આપવામાં આવ્યો છે. જ્યારે એલઆઈજી અને ઈડબ્લ્યૂએસ વર્ગો માટે તેની સમયમર્યાદા 31 માર્ચ 2022 સુધી વધારી દેવામાં આવી છે.

31 માર્ચ 2022 સુધી ડેડલાઇન વધારવામાં આવી

આ ઉપરાંત સરકારે સસ્તા મકાનો માટે અપાતી લોન પરના વ્યાજ પર દોઢ લાખ રૂપિયાના વધારાના ઘટાડાનો લાભ આપ્યો છે. આ વર્ષના બજેટમાં આ લાભને માર્ચ 2022 સુધી વધારી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સૂચિત ભાડા નિવાસી યોજના માટે પણ કર છૂટની મંજૂરી આપવામાં આવી છે.

Also Read:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30