GSTV
Gujarat Government Advertisement

વધતા કોરોના સંક્રમણ વચ્ચે PM નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’

Last Updated on February 28, 2021 by

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પર પ્રસારિત થતાં પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશની જનતા સાથે સંવાદ કર્યો. પીએમ મોદીએ ટ્વિટર પર લોકોને આ મહિનાની શરૂઆતમાં ‘મન કી બાત’ કાર્યક્રમ માટે અલગ-અલગ વિષયો પર વિચાર અને સૂચન માંગ્યા હતા. PM મોદીના મન કી વાત કાર્યક્રમનો આ 74મો સંસ્કરણ છે. આ વખતે આ કાર્યક્રમ કેટલીક પ્રકારે મહત્વપૂર્ણ મનાઈ રહેયો છે. દેશભરમાં કેટલાક ભાગોમાં કોરોના સંક્રમણના કેસો ફરી વધવા લાગ્યા છે. તો આ જાનલેવા વાયરસથી છૂટકારો મેળવવા માટે દેશભરમાં સોમવારથી કોરોના વાયરસની રસીનું બીજુ ચરણ શરૂ થવા જઈ રહ્યુ છે. એવામાં સંભાવના છે કે, પ્રધાનમંત્રી રસીકરણ પર કંઈક કહે.

પીએમ

પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં PM મોદીએ કહ્યું કે, કાલે માઘ પૂર્ણીમાનો પર્વ હતો. માઘનો મહિનો વિશેષ રુપે નદી, સરોવર અને જળસ્ત્રોનો સાથે જોડાયેલ માનવામાં આવે છે. PM મોદીએ કહ્યું કે અમારા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, માઘ નિમગ્ના: સલિલે સુશીતે, વિમુક્તાપાપા: ત્રિદિવમ્ પ્રયાન્તિ, અર્થાત માઘ મહિનામાં કોઈ પણ પવિત્ર જળાશયમાં સ્નાનને પવિત્ર માનવામાં આન્યું છે. દુનિયાના દરેક સમાજમાં નદી સાથે જોડાયેલ કોઈને કોઈ પરંપરા હોય છે. નદીના તટ પર અનેક સભ્યતાઓ પણ વિકસીત થઈ છે. અમારી સંસ્કૃતિ હજાર વર્ષ જૂની છે એટલા માટે તેનો વિસ્તાર અમારે ત્યાં વધુ મળે છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતમાં કોઈ એવો દિવસ નહી હોય જ્યારે દેશના કોઈ-ને-કોઈ ખુણામાં પાણી સાથે સંકળાયેલ કોઈ ઉત્સવ ન હોય. માઘ દિવસોમાં તો લોકો પોતાના ઘર-પરિવાર, સુખ સુવિધા છોડી પૂરો મહિનો નદી કિનારે કલ્પવાસ કરવા જાય છે. આ વખતે હરિદ્વારમાં કુભ પણ થઈ રહ્યો છે. જળ આપણા માટે જીવન છે. આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે.  

PM મોદીએ વધુમાં કહ્યું કે, પાણી એક તરીકે પારસ કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે. કહેવામાં આવે છે કે, પારસના સ્પર્શથી લોઢું, સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તેવી જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે.

મોદી પાસે હિંમત હોય તો  ‘મન કી બાત’ માં ખેડૂતો અને રોજગારની વાત કરે : રાહુલ ગાંધી

એક તરફ દેશની રાજધાની દિલ્હીના સીમાડા પર ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધ માટે બેઠા છે, તો બીજી તરફ પંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ છે. આ સાથે જ દેશની રાજનીતિમાં ભારે ગરમાવો પણ આવ્યો છે. ખેડૂતોના પ્રદર્શન મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને સતત ઘેરવાનો પ્રયાસ તઇ રહ્યો છે.ત્યારે કૃષિ કાયદાને લઇને સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ફરી એક વખત તેમને નિશાન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરે છે. ત્યારે આજે પણ આ કાર્યક્રમ શરુ થાય તે પહેલા રાહુલ ગાંધીએ તેમના પર કટાક્ષ કર્યો છે.

રાહુલ ગાંધીએ તેમને ચેલેન્જ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હિંમત હોય તો તેઓ ખેડૂતો અને રોજગારની વાત કરે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી હાલમાં તામિલનાડૂના પ્રવાસે છે જ્યાંથી તેઓ સતત કેન્દ્ર સરકાર ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હૂમલો કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે ‘હિંમત હોય તો કરો – #KisanKiBaat #JobKiBaat’

આ સિવાય કાલ રાતથી જ ટ્વિટર પર #MannKiBakwaas અને #Jobkibaat જેવા ટ્રેન્ડ શરુ થયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33