GSTV
Gujarat Government Advertisement

બાંગ્લાદેશ પ્રવાસ: ઢાંકામાં વડાપ્રધાન મોદીએ યાદ કર્યા જૂના દિવસો, કહ્યું બાંગ્લાદેશની આઝાદીમાં મારી પણ થઈ હતી ધરપકડ

Last Updated on March 26, 2021 by

પ્રધાનમંત્રી મોદી હાલ બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. કોરોના કાળમાં વડાપ્રધાન મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પુરા થઈ રહ્યા છે. જશ્નના આ અવસરે વડાપ્રધાન મોદી મુખ્ય અતિથિ તરીકે બાંગ્લાદેશ પહોંચ્યા છે. બે દિવસ પ્રવાસમાં કેટલાય કાર્યક્રમોમાં પીએમ મોદી શામેલ થશે.

20-22ની ઉંમરે મારા સાથીઓ સાથે સત્યાગ્રહ કર્યો હતો

અહીં ઢાકામાં આયોજીત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ હતું કે, બાંગ્લાદેશની આઝાદીના સંઘર્ષમાં શામેલ થવાનું, મારા જીવનના આંદોલનમાં શામેલ થવાનું એક હતું. મારી ઉંમર 20-22 વર્ષ હશે, જ્યારે મેં અને મારા કેટલાય સાથીઓએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો.

શેખ મુઝીબુર રહેમાનને આપ્યો ગાંધી શાંતિ પુરસ્કાર

પીએમ મોદીએ શેખ મુઝીબુર રહેમાનને મરણોપરાંત ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા હતા. તેમણે પીએમ શેખ હસીનને આ પુરસ્તાર સોંપી શેખ મુઝીબુર રહમાનને યાદ કર્યા હતા. પીએમ મોદીએ અહીં કહ્યુ હતું કે, બંને દેશોના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. મને આ સન્માન આપતા અત્યંત ખુશી થઈ રહી છે.

બાંગ્લાદેશની જનતાનો માન્યો આભાર

પીએમ મોદીએ કહ્યુ હતું કે, રાષ્ટ્રપિત અબ્દુલ હામિદ, પ્રધાનમંત્રી શેખ હસીના અને બાંગ્લાદેશના નાગરિકોનો હું આભાર માનુ છું. આપે આપની આ ગૌરવશાળી ક્ષણમાં, આ ઉત્સવમાં મને ભાગીદાર બનાવવા માટે ભારતને સપ્રેમ આમંત્રણ આપ્યું.

પીએમ મોદીએ આગળ કહ્યુ હતું કે, સૌ ભારતીય વતી હું બોન્ગોબૌન્ધુ શેખ મુઝીબુર રહેમાનને શ્રદ્ધાંજલિ આપુ છું. જેમણે બાંગ્લાદેશ અને અહીંના લોકો માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33