Last Updated on April 7, 2021 by
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. કોરોના સંકટ હેઠળ બોર્ડની પરિક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને મોદીએ સલાહ આપતા કહ્યું કે, ‘તમારે પરિક્ષાનો ડર રાખવાની જરૂર નથી. પરંતુ કોરોના સંકટમાં તમારી આસપાસના માહોલ અને સંબંધીઓ અંગે ડર રાખવો જોઈએ.
પરિક્ષા અચાનક આવતી નથી તે તમે જાણો છો. એટલે તમે પરિક્ષાથી ડરતા નથી પરંતુ તમારી પાસે પરિક્ષા અંગે એવું વાતાવરણ બનાવવામાં આવે છે કે- પરિક્ષા જ બધુ છે. ઘણીવાર શાળાઓ, વાલીઓ અને સગાસંબંધી એવું વાતાવરણ સર્જે છે કે તમારે એક ઘણી મોટી ઘટના કે મુશ્કેલીનો સામનો કરવાનો છે. પરિક્ષા એક તક હોય છે, પરંતુ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે પરિક્ષાને જીવન મરણનો સવાલ બનાવી દેવામાં આવે છે.’
વડાપ્રધાને વાલીઓ અને શિક્ષકોને સંબોધતા કહ્યું કે,‘આપણે બાળકો પર દબાણ નાંખવું જોઈએ નહીં. જો બહારનું દબાણ નહીં હોય તો પરિક્ષાનું દબાણ ક્યારેય અનુભવાશે નહીં. બાળકોનો આત્મવિશ્વાસ વધશે. બાળકોએ ઘરે તણાવમુક્ત જીવન જીવવું જોઈએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31