Last Updated on March 17, 2021 by
દેશમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે પીએમ મોદીએ ફરી એક વખત તમામ રાજ્યોનાં મુખ્ય પ્રધાનોની મહત્વની બેઠક બોલાવી છે. આજે બપોરે સાડા બાર વાગ્યે પીએમ મોદી તમામ મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી આ બેઠક કરશે. રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે અને સુચનો મેળવશે.. આજે યોજાનારી બેઠકમાં પીએમ મોદી કોરોનાનાં વધતા કેસ અને વેક્સિનેશન પર ભાર મુકવા અંગે વિચાર-વિમર્સ કરશે. પીએમ મોદી આ દરમિયાન મુખ્ય પ્રધાનો સાથે અત્યાર સુધી કોરોનાને ફેલાતા રોકવામાં માટે લેવામાં આવેલા પગલા અને વેક્સિનેશન અભિયાન પર ફિડબેક લેશે.
પીએમ મોદી કોરોનાનાં વધતા કેસ અને વેક્સિનેશન પર ભાર મુકવા અંગે વિચાર-વિમર્સ કરશે
દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે અને કેસો ઝડપથી પાછા વધવા લાગ્યા છે. જેને પગલે હવે કેટલાક રાજ્યોમાં રાત્રી કરફ્યૂની સિૃથતિ ઉભી થઇ ગઇ છે. મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇંદોરમાં નાઇટ કરફ્યૂ લાદી દેવાયો છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના આઠ મોટા શહેરોમાં રાત્રે બજારોને 10 વાગ્યા પછી બંધ કરી દેવાના આદેશ જાહેર કરાયા છે. બીજી તરફ ભારતમાં કોરોનાના નવા 24492 કેસો સામે આવ્યા છે જ્યારે વધુ 131 લોકોના મોત નિપજ્યા છે.
દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે
હાલ મહારાષ્ટ્રના નાગપુર, પૂણે, અકોલા જેવા શહેરોમાં પહેલા જ પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે. આ રીતે મધ્ય ભારતનો એક મોટો હિસ્સો કોરોનાની લપેટમાં ફરી આવી ગયો છે. ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કેસોની સંખ્યા વધવા લાગી છે. એવામાં રસીના ઉત્પાદનનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે.
આ સિૃથતિ વચ્ચે ગ્લેંડ ફાર્મા લિ. દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) સાથે ડીલ કરાઇ છે. જે મુજબ કંપની દ્વારા કોરોનાની સ્પૂતનિક વી કોવીડ-19 રસીના 252 મિલિયન ડોઝ તૈયાર કરવામાં આવશે. જે સાથે જ ભારતમાં રસીના ડોઝના કુલ ઉત્પાદનની સંખ્યા 325 મિલિયન સુધી પહોંચી જશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31