Last Updated on March 25, 2021 by
લોકસભામાં ગુરૂવારે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, પ્રધાનમંત્રી મોદી ચૂંટણી રેલીમાં વ્યસ્ત છે અને તેઓ સદનમાં આવતા નથી. જો કે, વિપક્ષના આ આરોપ બાદ થોડા સમયમાં વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચ્યા હતા. સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં કોંગ્રેસ તરફથી બનાવવામાં આવેલા નેતા રવનીત સિંહ બિટ્ટૂએ સદનમાં પ્રશ્નકાળ સમાપ્ત થતાં કહ્યુ કે, આખુ બજેટ સત્ર થઈ ગયું પણ પ્રધાનમંત્રી ક્યાં છે ? મોદી હાલમાં ચૂંટણીઓ માટે આસામ અને બંગાળના આંટાફેરા કરી રહ્યાં છે. જેને પગલે તેઓ લોકસભામાં હાજર રહેતા ન હોવાથી આ મામલે કોંગ્રેસે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગઈકાલે જ મોદીએ એક કાર્યકરને પગે લગાવીને ફરી ચર્ચા જગાવી હતી. આજે અચાનક લોકસભામાં પહોંચતાં નેતાઓ ચકિત થઈ ગયા હતા.
બિટ્ટુએ પૂછ્યુ- પીએમને મળવા માટે શું બંગાળ જઈએ
તેમણે આ અંગે કહ્યુ હતું કે, પ્રધાનમંત્રીને મળવા માટે શું બંગાળની રેલીમાં જવુ પડશે ? તેમણે એવુ પણ કહ્યુ હતું કે, આ સત્રમાં કેટલાય બિલ પાસ કર્યા પણ પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવ પર સરકાર કશુંય બોલવા તૈયાર નથી. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલે કહ્યુ હતું કે, વિપક્ષનો આરોપ ખોટો છે. પ્રધાનમંત્રી આ સદનમાં આવ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ સભ્યો અને સરકારના અમુક મંત્રીઓ વચ્ચે તૂતૂ મેમે થઈ ગઈ હતી.
प्रधानमंत्री हैं कहां? क्या बंगाल ढूंढने जाएं? @RavneetBittu
— Social Tamasha (@SocialTamasha) March 25, 2021
कांग्रेस सांसद के इतना कहते ही संसद में आ गए प्रधानमंत्री @narendramodi
किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हे उससे मिलाने में लग जाती है ?#LokSabha pic.twitter.com/5pgAGpUcPR
Rajya Sabha adjourns sine die at the end of the Budget session of Parliament pic.twitter.com/2twoysGbSc
— ANI (@ANI) March 25, 2021
રાહુલ ગાંધી પણ સદનમાં પહોંચ્યા
જો કે, થોડી વારમાં જ વડાપ્રધાન મોદી સદનમાં પહોંચ્યા હતા, આ દરમિયાન ભાજપના સાંસદોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. સાથે જ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. ત્યારે આ જ સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સદનમાં પહોંચ્યા હતા. સભાપતિ આ દરમિયાન જરૂરી દસ્તાવેજો પટલ પર રખાવ્યા અને ત્યાર બાદ ત્યાં હાજર કામકાજની જાણકારી આપતા બેઠકને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
मेरा मानना है कि RSS व सम्बंधित संगठन को संघ परिवार कहना सही नहीं- परिवार में महिलाएँ होती हैं, बुजुर्गों के लिए सम्मान होता, करुणा और स्नेह की भावना होती है- जो RSS में नहीं है।
— Rahul Gandhi (@RahulGandhi) March 25, 2021
अब RSS को संघ परिवार नहीं कहूँगा!
મોટાભાગે મોદી સરકારને ટાર્ગેટ કરતા રાહુલ ગાંધીએ હવે આરએસએસ એટલે કે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘને નિશાન પર લીધો છે.રાહુલ ગાંધીના આરોપ છે કે, સંઘમાં મહિલાઓ અને વૃધ્ધોનુ સન્માન નથી એટલે તેને પરિવાર કહી શકાય નહીં. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હવે હું આરએસએસને સંઘ પરિવાર નહીં કહું.મારુ માનવુ છે કે, સંઘને પરિવાર કહેવુ યોગ્ય નથી.કારણકે પરિવારમાં મહિલાઓ હોય છે અને વૃધ્ધો માટે સન્માનની અને પ્રેમની ભાવના હોય છે.જે આરએસએસમાં નથી એટલે હવે હું આરએસએસને સંઘ પરિવાર કહેવાનો નથી.
એક દિવસે પહેલા પણ રાહુલ ગાંધીએ આરએસએસ અંગે ટિપ્પણી કરી હતી.બિહાર સરકારે પોલીસને વિશેષ સત્તા આપવાના એક બિલને વિધાનસભામા મુક્યા બાદ થયેલા હંગામાના પગલે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, બિહાર વિધાનસભાની ઘટનાથી સ્પષ્ટ દેખાય છે કે, મુખ્યમંત્રી નિતિશકુમાર સંપૂર્ણપણે ભાજપ અને આરએસએસ મય બની ચુક્યા છે.લોકશાહીનુ વસ્ત્રાહરણ કરનારાઓને પોતે સરકાર છે તેવુ કહેવાનો કોઈ અધિકાર નથી.જોકે અમે ડરતા નથી અને અવાજ ઉઠાવતા રહીશું.
‘આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર બંગાળ’ જુઠ્ઠાણું
બંગાળમાં નરેન્દ્ર મોદી સરકારની સિધ્ધીઓનો જોરશોરથી પ્રચાર કરી રહેલા ભાજપની હાલત કેન્દ્રની જાહેરખબરના કારણે કફોડી થઈ ગઈ છે. મોદી સરકારે બે દિવસ પહેલાં પ્રધાન મંત્રી આવાસ યોજનાની મોટી જાહેરખબર બંગાળનાં અખબારોમાં આપી હતી. ‘આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર બંગાળ’ એ સૂત્ર સાથે એક મહિલાની તસવીર હતી. મહિલાને મોદી સરકારના કારણે પોતાનું ઘર મળ્યું હોવાનો દાવો જાહેરખબરમાં કરાયો હતો. આ મહિલા મૂળ બિહારના છપરા જિલ્લાની લક્ષ્મી દેવી છે. લક્ષ્મીએ પોતાનો ફોટો છપાયેલો જોઈને તપાસ કરી તો તેને ઘર અપાયું હોવાનો દાવો કરાયો હોવાની ખબર પડી. પોતાના નામે ચલાવાયેલા જૂઠાણાથી અકળાયેલી લક્ષ્મીએ મીડિયા સામે જાહેર કર્યું છે કે, પોતાને કોઈ ઘર નથી મળ્યું ને પોતે ૫૦૦ રૂપિયાના ભાડાના મકાનમાં જ રહે છે.
લક્ષ્મીના ધડાકા પછી ભાજપના નેતા આ મુદ્દે બોલતાં કતરાય છે તો તૃણમૂલ કોંગ્રેસને મોટો મુદ્દો મળી ગયો છે. ભાજપની સરકાર આવશે તો લોકોને આ રીતે જાહેરખબરોમાં લાભ આપીને બેવકૂફ બનાવાશે એવો પ્રચાર જોરશોરથી તૃણમૂલે શરૂ કરી દીધો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31