GSTV
Gujarat Government Advertisement

પીએમ મોદીનો વર્ષ 2020 પછીનો પ્રથમ વિદેશ પ્રવાસ, આ તારીખે જઈ રહ્યા છે બાંગ્લાદેશ

Last Updated on March 4, 2021 by

કોરોનાના કારણે રાષ્ટ્ર પ્રમુખોના વિદેશ પ્રવાસો પર રોક લાગી હતી તે હવે પૂર્ણ થવાના સંકેતો મળી રહ્યા છે. 26 માર્ચથી વડાપ્રધાનની વિદેશ યાત્રાનો પ્રારંભ શરૂ થશે. પીએમ મોદી સૌ પ્રથમ  બાંગ્લાદેશના પ્રવાસ વિદેશ યાત્રાની શરૂઆત થશે. મે મહિનામાં પીએમ મોદીની યુરોપીય સંઘની યાત્રાને લઈને પણ વિદેશ મંત્રાલયમાં તૈયારીઓ ચાલી રહી છે. 

પીએમ મોદીનો વર્ષ 2020 પછીનો પ્રથમ વિદેશ પ્રવાસ

modi

યુરોપીય સંઘની યાત્રાના થોડા સમય બાદ જૂન માં વડાપ્રધાન મોદી G-7 દેશની બેઠકમાં

યુરોપીય સંઘની યાત્રાના થોડા સમય બાદ જૂન માં વડાપ્રધાન મોદી G-7 દેશની બેઠકમાં સામેલ બનવા બ્રિટન જાય તેવી શક્યતા છે. યુરોપીય સંઘ અને બ્રિટનની યાત્રા દરમિયાન વડાપ્રધાન અન્ય કેટલાક દેશોને પોતાના રૂટમાં સામેલ કરી શકે છે. 

મોદી આવુ કરનાર ભારતના પહેલા વડા પ્રધાન હશે

27 માર્ચે મોદી બાંગ્લાદેશના ગોપાલગંજમાં મતુઆ સમુદાયના ધર્મગુરુ હરિચંદ્ર ઠાકુરના જન્મસ્થળ અને આ સમુદાયના તીર્થસ્થળની મુલાકાત લેશે. મોદી આવુ કરનાર ભારતના પહેલા વડા પ્રધાન હશે. મોદી સાથે બાંગાવનના ભાજપના સાંસદ અને મટુઆ સમુદાયના પ્રતિનિધિ શાંતનુ ઠાકુર પણ હશે તેવી શક્યતા છે. શાંતનુ હરિચંદ્ર ઠાકુરના વંશજ છે. આ પછી અટકળો થઈ રહી છે કે મોદી પણ મતુઆ સમુદાયના નાગરિકત્વને લઈને કેટલીક ઘોષણા કરી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33