Last Updated on March 27, 2021 by
બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેશોરેશ્વરી કાલી મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 શક્તિપીઠમાં એક એવા કાલીમંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરની પણ મુલાકાત કરશે.
પીએમ મોદી સૌથી પહેલાં જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પૂજા અર્ચના કરી. જેશોરેશ્વરી કાલી મંદિરન 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. પૂજા કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે મને મા કાલીના ચરણમાં પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અમે કોરોનામાંથી ઉભરી આપવવા માટે મા કાલીને પ્રાર્થના કરી છે. પીએમ મોદીએ કહ્યું કે મા કાલીના આ મંદિરમાં બંને દેશોના શ્રદ્ધાળુઓ આવે છે. પીએમ મોદીએ મંદિર પરિસરમાં કમ્યુનિટી હૉલ બનાવવાનું એલાન કર્યુ છે.
#WATCH Prime Minister Narendra Modi offers prayers at Jeshoreshwari Kali Temple in Ishwaripur, during his two-day visit to Bangladesh pic.twitter.com/0SDItuidE9
— ANI (@ANI) March 27, 2021
15 મહિના બાદ વિદેશ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશ મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે બેઠક કરશે. તેમજ બંને દેશો વચ્ચે પાંચ કરાર પર હસ્તાક્ષર થશે. પીએમ મોદી આજે બંગબંધુની ક્બરે જઈને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે.
આજે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનુ મતદાન છે. ત્યારે એ મોદીની બાંગ્લાદેશમાં ઓરકાંડીના મતુઆ સમુદાયના મંદિરની મુલાકાતનું પણ આગવુ મહત્વ છે. ઓરાકાંડીમાં આવેલા મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચન્દ્ર ઠાકુરનો જન્મ થયો હતો. મતુઆ સમુદાયનું બંગાળની ચુંટણીમાં અનેક મહત્વ ધરાવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31