GSTV
Gujarat Government Advertisement

મહામારી/ શું દેશમાં ફરી લૉકડાઉન લદાશે? કોરોનાના વધતા કેસો વચ્ચે પીએમ મોદીએ બોલાવી મુખ્યમંત્રીઓની બેઠક

કોરોના

Last Updated on April 7, 2021 by

દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નરેન્દ્ર મોદી ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં મોદી દેશમાં કોરોનાના કેસો સૌથી વધારે છે એવાં ૧૧ રાજ્યોમાં પાંચ દિવસનું લોકડાઉન લાદવા મુદ્દે ચર્ચા કરશે એવું સૂત્રોનું કહેવું છે. આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.

લોકડાઉન

ગુડી પડવો-ચેટી ચાંદની ૧૩ એપ્રિલે જ્યારે ૧૪ એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકર જ્યંતિની રજા છે. સોમવારે કામનો દિવસ છે પણ શનિવાર અને રવિવારે રજા છે તેથી સોમવારને સાથે લઈને પાંચ દિવસનું લોકડાઉન લાદી દેવાય તો આ રાજ્યોમાં કોરોનાનો ચેપ ફેલાતો રોકવામાં મોટી મદદ મળશે એવો અભિપ્રાય આરોગ્ય નિષ્ણાતોએ આપ્યો છે. મોદી આ મત સાથે સંમત છે તેથી મુખ્યમંત્રીઓ સંમત થશે તો આ નિર્ણય લેવાશે.

મંગળવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આ ૧૧ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી તેમાં તેમને પાંચ દિવસના લોકડાઉન માટેની તૈયારી કરવા કહી જ દેવાયું છે.

કોરોના

ભારતમાં કોરોના બેફામ,24 કલાકમાં 1.15 લાખ નવા કેસ

દેશમાં જે ઝડપે કોરોના વકરી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.15 લાખ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં બીજી વખત કોરોનાના દૈનિક કેસનો આંકડો એક લાખને પાર ગયો છે. અગાઉ રવિવારે 24 કલાકમાં સંક્રમણના 1,03,558 નવા કેસ સામે આવ્યા હતા. આ ભારતમાં કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક ઉછાળો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,27,99,746 થઈ ગઈ છે. ઉપરાંત દેશમાં સક્રિય કેસની સંખ્યાએ 8 લાખનો આંકડો પાર કરી લીધો છે અને સક્રિય કેસની સંખ્યા 8,43,779 છે.

મોદી

એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે

એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે અને છેલ્લા 24 કલાકમાં 631 લોકોના મોત નોંધાયા છે. આ સાથે જ ઘાતક સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા 1,66,208 થઈ ગઈ છે. એક અભ્યાસ પ્રમાણે કોરોના વાયરસની બીજી લહેર પહેલી લહેરની તુલનામાં વધુ ઘાતક સિદ્ધ થઈ રહી છે. કોરોનાના કુલ કેસ પૈકી 5 સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (31,13,354), કેરળ (11,37,590), કર્ણાટક (10,20,434), આંધ્ર પ્રદેશ (9,09,002) અને તમિલનાડુ (9,03,479) છે.

કોરોનાના આંકડા સતત સાવધાન રહેવા તરફ ઈશારો કરી રહ્યા છે. સૌથી ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્ર અને મુંબઈની છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 55,000 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મુંબઈમાં 24 કલાકમાં નવા કેસનો આંકડો 10,000ને પાર થઈ ગયો છે. દિલ્હીમાં આ આંકડો વધીને 5 હજારને પાર થઈ ગયો છે. સપ્ટેમ્બર બાદ પહેલી વખત દિલ્હીમાં નવા કેસનો આંકડો 5 હજારને પાર ગયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 5,100 નવા કેસ નોંધાયા અને 17 લોકોના મોત થયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33