Last Updated on March 14, 2021 by
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની અસર હવે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી રહી છે. આ આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ બંગાળના નંદીગ્રામમાં એક મહાપંચાયતને સંબોધી હતી. જે દરમિયાન ખેડૂત નેતા બલબીરસિંહ રાજેવાલે કહ્યું હતું કે ભારત માટે નરેન્દ્ર મોદી પાકિસ્તાન કરતા પણ વધુ ખતરનાક છે.
રાજેવાલે કહ્યું કે આ સરકાર માત્ર વોટ મેળવવા જ માગે છે. તેને હવે વોટની ચોટ આપવાનો સમય આવી ગયો છે. તમે જેને ઇચ્છો તેને મત આપજો પણ મોદીને મત ન આપતા. મોદી આજે દેશ માટે સૌથી મોટો ખતરો છે. ભારતને પાકિસ્તાનથી ખતરો નથી કે અન્ય કોઇ દેશથી ખતરો નથી, ભારતનો જો કોઇનો ખતરો હોય તો તે નરેન્દ્ર મોદી છે. મોદીથી આ દેશને મોટો ખતરો છે.
દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ નંદીગ્રામ પહોંચ્યા હતા. નંદીગ્રામ ખેડૂતોના આંદોલન માટે જાણીતુ છે, અને અહીંથી ટીએમસીના નેતા મમતા બેનરજી ભાજપના નેતા શુવેંદુ અધિકારીની સામે વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. એવામાં રાકેશ ટિકૈત નંદીગ્રામ પહોંચ્યા હતા અને ખેડૂતોની મહાપંચાયતને સંબોધી હતી, જે દરમિયાન તેમણે કૃષિ કાયદાઓને લઇને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા સાથે આ કાયદાને પરત લેવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા માટે જનતાને અપીલ કરી હતી. સાથે તેમણે કહ્યું હતું કે જો જરુર પડશે તો પુરા પશ્ચિમ બંગાળમાં ભાજપની સામે કેમ્પેઇન ચલાવવામાં આવશે. હું જનતાને આ દરમિયાન સંદેશો આપીશ કે તેઓ ભાજપને મત ન આપે, ભાજપે આ દેશને લૂટયો છે. શનિવારે આંદોલનોના મોટા સંગઠન સંયુક્ત કિસાન મોરચા દ્વારા પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળે મહાપંચાયતો કરાઇ હતી.
બીજી તરફ સિંઘુ અને ટિકરી બોર્ડર બાદ હવે દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોએ રોડ બ્લોક કર્યા હોવાથી સ્થાનિક ફેક્ટરીઓ અને વ્યાપારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યાના અહેવાલ છે. ખાસ કરીને ગાઝીપુર બોર્ડર વાળા વિસ્તારમાં વાહનોના વેચાણના શોરુમ કે ફેક્ટરીઓ આવેલી છે. દરમિયાન હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી (જેજેપી)એ પાર્ટી વડા અજયસિંહ ચૌટાલાના જન્મ દિનની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કુરુક્ષેત્રમાં કર્યું હતું, જેની જાણ થતા મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં પહોંચી ગયા હતા અને કૃષિ કાયદા મામલે જેજેપીના મોન અંગે સવાલો ઉઠાવ્યા હતા, સાથે ઉગ્ર નારેબાજી પણ કરી હતી. જેજેપી હાલ હરિયાણા સરકારમાં ભાજપની સાથે ગઠબંધનમાં છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31