GSTV
Gujarat Government Advertisement

PM કિસાન યોજના હેઠળ 10.75 કરોડ ખેડૂતોને મળ્યા 1.15 લાખ કરોડ રૂપિયા, આગામી હપ્તા માટે આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

યોજના

Last Updated on February 26, 2021 by

સરકારે બુધવારે કહ્યું હતું કે, તેમણે પીએમ કિસાન યોજના હેઠળ 10.75 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા 1.15 લાખ કરોડથી વધુની રકમ ટ્રાંસફર કરી છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પીએમ કિસાનની બીજી વર્ષગાંઠના અવસર પર એક સમારોહ સંબોધિત કરતા કહ્યું કે, સરકારે રાજ્યોને આ સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે, તમામ પાત્ર ખેડૂતોને આ પ્રમુખ કાર્યક્રમનો લાભ મળશે. જો તમે પણ હજી સુધી આ યોજનાનો લાભ નથી લીધો તો આ રીતે કરાવો રજિસ્ટ્રેશન.

1.5 લાખ કરોડ રૂપિયા મોકલ્યા સીધા ખેડૂતોના ખાતામાં

આ યોજનાથી અત્યાર સુધીમાં 10.75 કરોડ ખેડૂતોને લાભ મળ્યો છે. અને કેન્દ્રના 1.15 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ખેડૂતોના ખાતામાં વિતરણ કરવામાં આવ્યું છે. આ સ્કીમ હેઠળ દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000,2000ની ત્રણ હપ્તામાં આપે છે. આ હેઠળ દર વર્ષનો પ્રથમ  હપ્તો એક એપ્રિલથી 31 જુલાઈ બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ દરમ્યાન આવે છે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા

આ સ્કિમમાં રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ સરળ છે. તમે ઓનલાઈન ઘર બેઠા આ પ્રોસેસ પૂરી કરી શકો છો. આ ઉપરાંત પંચાયત સચિવ અથવા પટવારી અથવા સ્થાનિક કોમન સર્વિસ સેંટર દ્વારા આ યોજના માટે અપ્લાઈ કરી શકો છો. આ ઉપરાંત તમે પોતે પણ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરી શકો છો.

આ રીતે કરાવી શકો છો રજિસ્ટ્રેશન

  • તમારે પ્રથમ PM KISANની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • હવે Farmers Corner પર જાવ.
  • અહીં તમારે ‘New Farmer  Registration’ નો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારો આધાર નંબર એડ કરો.
ખેડૂતો

તમારે પ્રથમ PM KISANની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.

  • આ સાથે જ કેપ્ચ કોડ ઉમેરી રાજ્યને પસંદ કરવાનું રહેશે અને પછી પ્રોસેસને આગળ વધારવાની રહેશે.
  • આ ફોર્મમાં તમારે તમારી સમગ્ર માહિતી ભરવાની રહેશે.
  • સાથે જ બેંક અકાઉન્ટનું વિવરણ અને ખેતર સાથે જોડાયેલ જાણકારી ભરવાની રહેશે.
  • ત્યારબાદ તમે ફોર્મ સબમિટ કરાવી શકો છો.
6

આગામી હપ્તા માટે આપવી પડશે આ જાણકારી

2019માં શરૂ થયેલ આ યોજનામાં ગત થોડા સમયમાં થોડી ગરબડ જોવા મળી છે. જેમાં સરકારે સુધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે આ યોજનામાં પારદર્શિતા લાવવા માટે મહત્વના પગલાઓ લીધા છે. ખેડૂત સમ્માન નિધિ યોજનામાં નવા રજિસ્ટ્રેશન કરવનાર ખેડૂતોએ હવે આવેદન ફોર્મમાં પોતાના જમીનના પ્લોટ નંબર પણ જણાવવાનો રહેશે. જો કે, નવા નિયમોનો પ્રભાવ યોજના સાથે જોડાયેલ જૂના લાભાર્થીઓ પર પડશે નહીં. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33