GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો / તમને મળ્યો આઠમો હપ્તો ? ન મળ્યો હોય તો કરો માત્ર આટલુ સરળ કામ અને મેળવો આઠમો હપ્તો, આ રીતે કરો પ્રોસેસ

Last Updated on March 21, 2021 by

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આઠમો હપ્તો જલ્દી જ ખેડૂતોને મોકલવાનું કામ કેન્દ્ર સરકાર કરશે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના બેંક ખાતાઓમાં દરેક નાણાકીય વર્ષમાં કૂલ 6 હજાર રૂપિયા ટ્રાંસફર કરવાનું કામ કરે છે. આ કડીમાં PM કિશાન સ્કીમનો આઠમો હપ્તો અને નાણાકીય વર્ષ 2021-22નો પહેલો હપ્તો એપ્રિલમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે.

જો તમે પણ PM કિશાનના લાભુક અને રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો સાથે જ તમારા KYCથી જોડાયેલા દસ્તાવેજ અપડેટેડ છે તો તમારે આ યોજના હેઠળ 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા દરેક નાણાકીય વર્ષે પ્રાપ્ત થશે. જોકે, જો તમે અત્યારસુધી આ સ્કીમ માટે રજીસ્ટ્રેશન નથી કરાવ્યુ તો આગળની વાત તમારા કામની છે. તમે માત્ર 5-10 મિનિટની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

નોંધણી કરવા માટે, પહેલા તમારે સરકારે નક્કી કરેલી લાયકાતો પર ધ્યાન આપવું પડશે. ઉદાહરણ તરીકે, જો ડ ડૉક્ટર, સીએ અને વકીલો જેવા વ્યવસાયિકો ખેતી કરે છે, તો પણ સરકાર તેમને આ યોજનાનો લાભ આપતી નથી. તેવી જ રીતે હાલના અથવા પૂર્વ સાંસદો, ધારાસભ્યો, વિધાનસભાના સભ્યો અને મેયર જેવા જનપ્રતિનિધિઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર આ યોજનાનો લાભ ગ્રુપ ડી અથવા મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ સિવાય કોઈ સરકારી અધિકારી અથવા કર્મચારીને આપતી નથી.

હવે જો તમે પીએમ કિસાન યોજના લેવા માટે સક્ષમ છો, તો યોજનાનો લાભ લેવા નોંધણી કરાવો. આ માટે, તમારે નીચે આપેલા પગલાઓ અનુસાર કાર્ય કરવું પડશે…

  • PM KISANની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ને ઓપન કરો.
  • હવે જમણી તરફ તમને ‘Farmers Corner’નો ઓપ્શન જોવા મળશે.
  • અંહિ આધાર નંબર સાથે કેપ્ચા કોડ નાંખો.
  • ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી રાજયને પસંદ કરો, અને ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરો. તમારી સામે નવુ પેઈઝ ખુલશે.
  • હવા આ નવા પેઈઝ પર જરૂરી વિગતો ભરીને સબમિટ કરો.

નોંધ – પીએમ કિશાનના રજીસ્ટ્રેશન ફોર્મમાં તમારે નામ, પિતાનું નામ, સરનામુ, મોબાઈલ નંબર, અકાઉન્ટ નંબર, IFFSC કોડ જેવી વિગતો ભરવી પડશે. તમારે તમારા ભૂખંડનુ વિવરણ પણ ભરવુ પડશે. ડજેના પર તમે ખેતીનું કામ કરી રહ્યા છો. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવુ પડશે કે જમીન તમારા નામ પર રજીસ્ટર્ડ હોવી જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30