Last Updated on March 16, 2021 by
રેલવેની ખાનગી ટ્રેનો સહિતના મુદ્દે અત્યારસુધી જે કેન્દ્ર સરકાર દબાયેલા અવાજે બચાવ કરતી હતી, તે કેન્દ્ર સરકાર હવે ખાનગીકરણનો ખુલીને બચાવ કરવા મેદાનમાં ઉતરી છે. રેલવે મંત્રી પિયૂષ ગોયલે લોકસભામાં આ મુદ્દે વિપક્ષી દળો પર પ્રહાર કરતા કહ્યું કે,‘જે હાઈવેઝ પર તમે વાહનો ચલાવો છો તે સરકારી છે. પરંતુ તેની પર માત્ર સરકારી વાહનો જ ચાલવા જોઈએ તેમ કોઈ બોલતું નથી. તો પછી રેલવેમાં ખાનગીકરણનો વિરોધ શા માટે કરવામા આવે છે, રેલવેમાં ખાનગી રોકાણ આવશે તો સુવિધાઓમાં વધારો થશે.
Even for those banks which are likely to be privatized, the privatized institutions too will continue to function after privatization; the interests of the staff will be protected: Finance Minister Nirmala Sitharaman. pic.twitter.com/SEkNc8Lfqy
— ANI (@ANI) March 16, 2021
રેલવે મુસાફરો માટે સુવિધાઓ અને ખાનગીકરણ પર ગોયલે કહ્યું કે, ‘રેલવેને સંપૂર્ણ પણે ખાનગી હાથોમાં સોંપવામાં નહીં આવે તે જાણવું જરૂરી છે. રેલવે સ્ટેશન પર વેટિંગ રૂમ, એસ્કેલેટર સહિતની સુવિધાઓ જરૂરી છે અને આવનારા સમયમાં તે માટે રોકાણની જરૂર પડશે. અમે 50 એવા રેલવે સ્ટેશનની પસંદગી કરી છે, જેનું નિર્માણ મૉડર્ન પદ્ધતિથી કરાશે.
અમે હવે નવી 44 વંદે ભારત ટ્રેન પણ ચલાવવાની છીએ, જેમનો ઓર્ડર આપવામાં આવ્યો છે, વહેલી તકે રૂટ નક્કી કરવામા આવશે અને તેને શરૂ કરવામા આવશે.’
We're accused of privatizing Railways, but people never say that only govt vehicles should run on roads, it's so because both pvt&govt vehicles help economically. Pvt investment in Railways should we welcomed as it'll improve services: Railway Minister Piyush Goyal in Lok Sabha pic.twitter.com/WCiMalPLnV
— ANI (@ANI) March 16, 2021
વિપક્ષ દ્વારા સતત કેન્દ્ર સરકાર પર રેલવેના ખાનગીકરણનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મંગળવારે રેલવે મંત્રી પિયૂષ ગોયલે લોકસભામાં આ મુદ્દે વિપક્ષી દળોને આડેહાથ લીધા હતા. ગોયલે કહ્યું કે,‘અમારી પર રેલવેના ખાનગીકરણનો આરોપ લગાવવામાં આવે છે. પરંતુ ક્યારેય કોઈ એમ નથી બોલતું કે દેશના તમામ રસ્તાઓ પર પણ સરકારી વાહનો જ ચાલવા જોઈએ. કારણ કે ખાનગી અને સરકારી બંને વાહનો આર્થિક એક્ટિવિટીઝ આગળ વધારે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31