Last Updated on March 24, 2021 by
એક તરફ રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ સુરત જેવા મહાનગરોમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે અને રોજે રોજે 500થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને મહાપાલિકા તંત્રે બંધ કરી દેવામાં આવેલા કોરોના ટેસ્ટ માટેના ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. જોકે, હમણાં વાયરલ થઇ રહેલા એક વીડિયોથી તંત્રની બેદરકારી છતી થાય છે.
ફોટા થયા વાયરલ
અમદાવાદમાં કોરોના ડોમમાં પકોડી વેચતા હોવાનો ફોટો વાયરલ થયો છે. બોપલ બ્રિજ નીચેનો ફોટો વાયરલ થયો હતો. વાયરલ ફોટો સામે AMC એ કાર્યવાહી હાથ ધરી હતી. એસ્ટેટ વિભાગે બ્રીજ નીચે ઉભા રહેતા તમામ લારીધારકોને દૂર કર્યા હતા. તંત્રની પણ આમાં બેદરકારી સામે આવી છે.
આખરે તંત્ર જાગ્યું
મહત્વનું એ છે કે તંત્રએ ડોમ ઉભા કરી દીધા. પરંતુ બાદમાં ત્યાં ધ્યાન અપાતું નથી. સવારથી બપોર સુધી ડોમમાં ટેસ્ટિંગ થતાં હોય છે. અને બપોર બાદ ડોમ ખાલીખમ હોય છે. અને તેનો ઉપયોગ આ રીતે થવા લાગે છે. સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયા બાદ તંત્રએ દબાણ હટાવ્યા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31