Last Updated on February 25, 2021 by
ગુજરાત રાજ્યની મેડિકલ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષા NEETની ફીમાં જીએસટી લાગુ કરાયા બાદ હવે પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષા ફીમાં પણ જીએસટી લાગુ કરી દેવામા આવ્યો છે. વિદ્યાર્થીઓ પાસેથી નિયત ફી પર ૧૮ ટકા જીએસટી વસુલાશે. જેથી વિદ્યાર્થીઓને ૫૮૫થી લઈને ૭૬૫ રૃપિયા વધુ ચુકવવા પડશે.
વિદ્યાર્થીઓને ૫૮૫થી લઈને ૭૬૫ રૃપિયા વધુ ચુકવવા પડશે
વિદ્યાર્થીઓને ૫૮૫થી લઈને ૭૬૫ રૃપિયા વધુ ચુકવવા પડશે
કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ સુપર સ્પેશ્યાલિટી કોર્સીસ-ડીએનબીમાં પ્રવેશ માટેની નીટની રજિસ્ટ્રેશન ફીમાં ૧૮ ટકા જીએસટી લાગુ કર્યા બાદ કોર્સ ફીમાં પણ ૧૮ ટકા જીએસટી લાગુ કર્યો છે. વિદ્યાર્થીઓ પાસેથી વસુલાતી ૧.૨૫ લાખ ફીમાં ૧૮ ટકા જીએસટી લેખે ૨૨,૫૦૦ રૃપિયા વસુલવામા આવ્યા છે અને જે સાથે વિદ્યાર્થીઓએ પાસેથી ૧,૪૭,૫૦૦ રૃપિયા ફી લેવાઈ છે. સુપર સ્પેશ્યાલિટી બાદ હવે પીજી મેડિકલ માટે પણ જીએસટી લાગુ કરી દેવાયો છે. સુપર સ્પેશ્યાલિટી કોર્સ બાદ હવે પીજી મેડિકલ અભ્યાસક્રમ પણ વિદ્યાર્થીઓને વધુ મોંઘો પડશે. પીજી મેડિકલમાં પ્રવેશ માટેની નીટ ની એક્ઝામ ફીમાં ૧૮ ટકા જીએસટી વિદ્યાર્થીઓ પાસેથી વસુલાશે.
પીજી મેડિકલમાં પ્રવેશ માટેની નીટ ની એક્ઝામ ફીમાં ૧૮ ટકા જીએસટી વિદ્યાર્થીઓ પાસેથી વસુલાશે
ઓપન કેટેગરી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ પાસેથી ૪૨૫૦ રૃપિયા એક્ઝામ ફી પર ૧૮ ટકા જીએસટી લેખે ૭૬૫ રૃપિયા વધુ વસુલાશે અને જે સાથે કુલ એક્ઝામ ફી ૫૦૧૫ રૃપિયા ચુકવવી પડશે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના અને પીડબલ્યુડી કેટેગરીના વિદ્યાર્થીઓએ ૩૨૫૦ રૃપિયા એક્ઝામ ફી પર ૧૮ ટકા જીએસટી લેખે ૫૮૫ રૃપિયા વધુ ચુકવવાના રહેશે અને જે સાથે કુલ એક્ઝામ ફી ૩૮૫૦ રૃપિયા ચુકવવાની રહેશે.આમ વિદ્યાર્થીઓ પર ૧૮ ટકા જીએસટી લેખે ફીમાં વધુ આર્થિક બોજ પડશે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા પીજી મેડિકલ નીટની નવી તારીખ અને પ્રક્રિયા પણ જાહેર કરી દેવાઈ છે. જે મુજબ ૧૮ એપ્રિલે દેશભરમાં પીજી -નીટ લેવાશે અને જે ઓનલાઈન રજિસ્ટ્રેશન ૨૩મી ફેબુ્ર.થી શરૃ કરી દેવાયુ છે જે ૧૫ માર્ચ સુધી ચાલશે.૩૧ મે સુધી પરિણામ જાહેર કરાશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31